Site icon

આલિયા ભટ્ટ કરતાં વધુ સુંદર હતી રિયલ લાઈફ ની ‘ગંગુબાઈ’ મુંબઈ ની લેડી ડોન ની તસ્વીર આવી સામે;જાણો વિગત, જુઓ ફોટો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 07 માર્ચ  2022          

Join Our WhatsApp Community

સોમવાર

તાજેતરમાં જ ફિલ્મ નિર્દેશક સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' મોટા પડદા પર રિલીઝ થઈ છે. આલિયા ભટ્ટની ફિલ્મે સર્વત્ર ધૂમ મચાવી છે. ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. આલિયા ભટ્ટે આ ફિલ્મમાં ગંગુબાઈનું પાત્ર ભજવ્યું છે, આ ફિલ્મમાં ગંગુબાઈ બનેલી આલિયા ભટ્ટની એક્ટિંગના  જોરદાર વખાણ તો થયા જ છે પરંતુ તેની સુંદરતા પણ બધાનું ધ્યાન ખેંચી રહી છે. આ દરમિયાન, વાસ્તવિક જીવન ગંગુબાઈની એક તસવીર સામે આવી છે.

 

તમે રીલ લાઈફની ગંગુબાઈને મોટા પડદા પર જોઈ હશે અને પસંદ કરી હશે, પરંતુ વાયરલ થઈ રહેલી આ પોસ્ટમાં તમે ગંગા જગજીવનદાસ કાઠિયાવાડ ઉર્ફે ગંગુબાઈ (ગંગુબાઈ કાઠિયાવાડી)નો અસલી ફોટો જોઈ શકો છો, જેમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. તેની સુંદરતા જોયા બાદ લોકો આલિયાની સુંદરતાને ફિક્કું માની રહ્યા છે.જો કે, જે રીતે રિયલ લાઈફ ગંગુબાઈના ચહેરા પર કાળું  નિશાન અને કપાળ પર લાલ બિંદી છે તેમ આલિયાએ પણ વાસ્તવિક ગંગુબાઈના લુકની નકલ કરી છે. 'ગંગુબાઈ કાઠિયાવાડી'ની વાર્તા વાસ્તવિક જીવનની વાર્તા પરથી પ્રેરિત છે. આ વાર્તા એક એવી નિર્દોષ છોકરીની વાર્તા છે, જે નાની ઉંમરે વૈશ્યાવૃત્તિ ની દલદલ માં ધકેલાઈ જાય છે. આ પછી, એ જ છોકરી પાછળથી વેશ્યાલયની માલકીન અને મુંબઈની ડોન બને છે. તમને જણાવી દઈએ કે, હુસૈન જૈદી દ્વારા લખાયેલ ગંગુબાઈ કાઠિયાવાડીનું પુસ્તક મુંબઈની માફિયા ક્વીન્સ ની જીવનચરિત્ર પર આધારિત છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ ઉપરાંત અજય દેવગન, પાર્થ સમથાન, શાંતનુ મહેશ્વરી અને સીમા પાહવા મુખ્ય ભૂમિકામાં છે.

ટીવી ની લોકપ્રિય સિરિયલ ‘અનુપમા’ ના મેકર્સ પર ફાટી નીકળ્યો ફેન્સનો ગુસ્સો, ટ્વિટર પર કરી રહ્યા છે આ માંગ! જાણો વિગત

‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મ 25 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મ ને ઉત્કૃષ્ટ સમીક્ષાઓ મળી છે અને ચાહકો તેને પસંદ કરી રહ્યા છે. રિલીઝના એક અઠવાડિયામાં જ, આ ફિલ્મે વિશ્વભરમાં રૂ. 100 કરોડ ની કમાણી કરી લીધી છે. આલિયા ભટ્ટ ફિલ્મમાં 'ગંગુબાઈ કાઠિયાવાડી'ના રોલમાં જોવા મળી છે. ડાયલોગ્સ ડિલિવરીથી લઈને તેના લુક સુધી લોકો તેનાથી  ઈમ્પ્રેસ થયા છે. આલિયાની દરેક એક્શન  જોઈને એવું લાગ્યું કે જાણે આપણે આલિયાને નહીં પણ ખરેખર લેડી ડોનને જોઈ રહ્યા છીએ..

Katrina Kaif and Vicky Kaushal: કેટરીના કૈફ અને વિક્કી કૌશલ બન્યા માતા-પિતા, હોસ્પિટલ એ આપ્યું માતા અને દીકરા નું સ્વાસ્થ્ય અપડેટ
Somy Ali on Salman khan: સોમી અલી એ સલમાન ખાન પર ફરી લગાવ્યો ગંભીર આરોપ, વિડીયો શેર કરી કહી આવી વાત
Shraddha Kapoor: શ્રદ્ધા કપૂર બની ‘જૂડી હોપ્સ’નો અવાજ,બોલિવૂડની ‘ક્યૂટ ગર્લ’ નું ડિઝની વર્લ્ડમાં ધમાકેદાર ડેબ્યુ!
Shahrukh khan King: શાહરૂખ ખાનની ‘કિંગ’માં હશે 15 દિગ્ગજ અભિનેતાઓ! જાણો કોણ કોણ જોડાશે?
Exit mobile version