ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ઑક્ટોબર, 2021
સોમવાર
નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયકને કલાનો વારસો પેઢી દર પેઢી મળ્યો છે. ઘનશ્યામ નાયક થી અગાઉની પેઢીઓ કલાક્ષેત્રે સમર્પિત છે. તેમના વડદાદા શિવરામ નાયક જાણીતું નામ છે. તેમજ તેમના દાદા કેશવલાલ નાયક અને પિતા પ્રભાશંકર નાયક ભવાઈ ક્ષેત્રે ઘણું કામ કર્યું હતું. આ વારસો ઘનશ્યામ નાયક ને મળ્યો અને તેમણે જીવનના છેલ્લા તબક્કા સુધી જાળવી રાખ્યો.
ઊંચા ગજાના કલાકાર એવા નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક ની અંતિમ વિદાય મેકઅપ અને રંગલા ની ટોપી સાથે.