Site icon

મોટા પડદા પર ધૂમ મચાવવા આવી રહી છે બાબુરાવ રાજુ અને શ્યામની તિકડી -ફિરોઝ નડિયાદવાલા એ હેરા ફેરી 3 ને લઇને કરી આ વાત

News Continuous Bureau | Mumbai 

અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ અભિનીત આઇકોનિક કોમેડી ડ્રામા (comedy drama film)હેરાફેરી તેના ત્રીજા પ્રકરણ માટે તૈયાર છે. આ સમાચાર તેના ચાહકો માટે કોઈ સરપ્રાઈઝ થી (surprise)ઓછા નથી. નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં હેરાફેરી 3 પર કામ કરવાની પુષ્ટિ કરી હતી અને એ પણ જાહેર કર્યું હતું કે તેમાં મૂળ કલાકારો પણ હશે.

Join Our WhatsApp Community

એક ન્યૂઝ પોર્ટલ સાથે એક્સક્લુઝિવ વાતચીતમાં નિર્માતા એ કહ્યું, "તમને આ જ સ્ટાર કાસ્ટ – અક્ષય જી, પરેશ ભાઈ અને સુનિલ જી સાથે ખૂબ જ જલ્દી જોવા મળશે. વાર્તા તેની જગ્યાએ છે, અને અમે કેટલીક અન્ય વસ્તુઓ પર કામ કરી રહ્યા છીએ. પાત્રો ની નિર્દોષતા જાળવીને આ રીતે બનાવવામાં આવશે. અમે ભૂતકાળની સિદ્ધિઓને હળવાશથી લઈ શકતા નથી. તેથી અમારે અમારી સામગ્રી, વાર્તા, સ્ક્રિપ્ટ, પાત્રો પ્રત્યે વધુ સાવચેત રહેવું જોઈશે." ‘હેરા ફેરી’(Hera pheri) 2000માં રીલિઝ થઈ હતી અને ત્યારબાદ 2006માં ‘ફીર હેરાફેરી’ (Phir hera pheri)રિલીઝ થઈ હતી. બંને ફિલ્મો સર્વોચ્ચ દરજ્જો હાંસલ કરવામાં સફળ રહી છે. જો કે નિર્માતાઓએ વધુ ખુલાસો કર્યો ન હતો, તેઓએ સંકેત આપ્યો કે તેઓ પહેલાથી જ આગામી સિક્વલ માટે નિર્દેશકને શોર્ટલિસ્ટ (shortlist)કરી ચૂક્યા છે. તેમણે આ વિશે કહ્યું, "અમારી વાતચીત ચાલી રહી છે. અમે ટૂંક સમયમાં જાહેરાત કરીશું."

આ સમાચાર પણ વાંચો : સૈફ ના પુત્ર ઇબ્રાહિમ અલી ખાન ને નહિ પરંતુ ધ આર્ચીસ ના આ અભિનેતા ને ડેટ કરી રહી છે પલક તિવારી-માતા શ્વેતાને પણ પસંદ છે તેમના સંબંધ

પ્રથમ ભાગનું દિગ્દર્શન પ્રિયદર્શને(priyadarshan) કર્યું હતું, જ્યારે સિક્વલનું દિગ્દર્શન સ્વર્ગસ્થ નીરજ વોરાએ (Niraj Vora)કર્યું હતું. તાજેતરમાં એવી અફવા હતી કે ડ્રીમ ગર્લ ડિરેક્ટર રાજ શાંડિલ્યા હેરા ફેરી 3નું નિર્દેશન કરશે. જો કે ફિરોઝ નડિયાદવાલાએ કહ્યું કે આ ચર્ચા સાચી નથી. તેણે એ પણ શેર કર્યું કે ટીમે 2014 માં જ હેરા ફેરા 3 (Hera Pheri 3)પર કામ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ નીરજ વોરા બીમાર પડ્યા પછી તેને બંધ કરવું પડ્યું હતું. જો કે નવી ફિલ્મમાં વાર્તા અને પાત્રોની બાબતમાં ઘણો બદલાવ જોવા મળશે.

Kyunki saas bhi kabhi bahu thi 2 spoiler: ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’માં વૃંદા ફોડશે પરી નો ભાંડો, બીજી તરફ તુલસી સામે આવશે મિહિર-નોયના નું સત્ય, જાણો સિરિયલ ના આગામી એપિસોડ વિશે
Samantha Ruth Net worth: નાગા ચૈતન્ય તરફ થી 200 કરોડ ની એલિમની નકાર્યા બાદ પણ લક્ઝરી લાઈફ જીવે છે સામંથા રુથ પ્રભુ, જાણો તેની કુલ કમાણી વિશે
Aishwarya and Salman: ઐશ્વર્યા રાયના ઘરના વેઇટિંગ એરિયામાં આવું કામ કરતો હતો સલમાન ખાન, પ્રહલાદ કક્કડ નો ખુલાસો
Naagin 7: ‘નાગિન 7’માં પ્રિયંકા ચહાર ચૌધરી સાથે રોમાન્સ કરશે આ અભિનેતા, એકતા કપૂર ને મળી ગયો તેનો નાગરાજ
Exit mobile version