ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 ઑગસ્ટ, 2021
શુક્રવાર
હવે તમે એમેઝોન એલેક્સા દ્વારા અમિતાભ બચ્ચનને સંગીત વગાડવા, સમાચાર સાંભળવા, એલાર્મ સેટ કરવા અથવા હવામાનની માહિતી મેળવવા માટે કહી શકો છો. હા, હવે શક્ય છે. એમેઝોન ઇન્ડિયાએ આ માહિતી શૅર કરી છે કે હવે ગ્રાહકો એલેક્સા વૉઇસ આસિસ્ટન્ટ તરીકે બૉલિવુડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો અવાજ સાંભળી શકશે. આ નવી ભૂમિકા અંગે અમિતાભ બચ્ચને કહ્યું કે તેઓ તેમના ચાહકો સાથે વાતચીતના આ નવા માધ્યમથી ખૂબ જ ઉત્સાહિત છે અને તેઓ તેમના ચાહકોના પ્રતિસાદની રાહ જોઈ રહ્યા છે.
એમેઝોન ઇન્ડિયા અને અમિતાભ બચ્ચને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જ એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં એમેઝોન ઇન્ડિયાએ તેના ગ્રાહકો માટે વૉઇસ આસિસ્ટન્ટ તરીકે અમિતાભ બચ્ચનના અવાજનો ઉપયોગ સામેલ કર્યો હતો, તો ચાલો, અમે તમને જણાવીએ કે તમે એલેક્સા પર વૉઇસ સહાયક તરીકે અમિતાભ બચ્ચનનો અવાજ કેવી રીતે સક્રિય કરી શકો છો. તો આ માટે તમારે એલેક્સાને કહેવું પડશે કે "એલેક્સા, અમિતાભ બચ્ચન સાથે મારો પરિચય કરાવો".( Alexa, Introduce me to Amitabh Bachchan) એમેઝોન ઇન્ડિયા આ સુવિધાને સક્રિય કરવા માટે તેના ગ્રાહકો પાસેથી દર વર્ષે 149 રૂપિયા ચાર્જ કરશે. એન્ડ્રોઇડ યુઝર્સ પણ આ સુવિધાને સક્રિય કરી શકે છે. સક્રિય કરવા માટે, તમારે તમારી એમેઝોન ઍપ પર જવું પડશે અને માઇક દબાવવું પડશે. ચુકવણી પછી તમે અમિતાભ બચ્ચન સાથે વાતચીત કરી શકો છો, આ માટે તમારે "અમિત જી" કહેવું પડશે.
'રામાયણ'માં રણબીર કપૂર રામનું પાત્ર ભજવશે, મહેશબાબુનું પત્તું સાફ?
આ સબસ્ક્રિપ્શનમાં તમે અમિતાભ બચ્ચન સાથે મનોરંજન, સમાચાર, પ્રેરક વાતો, ખરીદી, સ્માર્ટ હોમ કૌશલ્ય વગેરે ઘણી રીતે વાત કરી શકો છો. વધુ જાણવા માટે તમે "અમિતજી, તમે શું કરી શકો?" (AmitJi, what can you do ?) વાત કરી શકો છો. આ સુવિધા હાલમાં અંગ્રેજી અને હિન્દીમાં ઉપલબ્ધ છે.