Site icon

રિતિક રોશને ‘ફાઇટર’ની નવી રિલીઝ ડેટનો કર્યો ખુલાસો, વિડીયો શેર કરી આપી માહિતી

News Continuous Bureau | Mumbai

રિતિક રોશન અને દીપિકા પાદુકોણ મોટા પડદા પર આવવા માટે તૈયાર છે. બંને પહેલીવાર ફિલ્મ 'ફાઇટર' માં સાથે કામ કરી રહ્યા છે. રિતિક રોશને સોશિયલ મીડિયા પર ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર કરી છે.તેણે કહ્યું કે આ ફિલ્મ આવતા વર્ષે 28 સપ્ટેમ્બરે રિલીઝ થશે. અગાઉ, આ ફિલ્મ 26 જાન્યુઆરી, 2023 ના રોજ રિલીઝ થવાની હતી. આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદ ડિરેક્ટ કરી રહ્યા છે. 'બેંગ બેંગ' અને 'વોર' પછી સિદ્ધાર્થ ત્રીજી વખત રિતિક સાથે કામ કરી રહ્યા  છે.

Join Our WhatsApp Community

 

રિતિક રોશન એ રિલીઝ ડેટની જાહેરાતનું ટીઝર ચાહકો સાથે શેર કર્યું છે. રિલીઝ ડેટની સાથે જ આ ફિલ્મમાં અનિલ કપૂર પણ હશે તેવું પણ જાણવા મળ્યું છે. આ જાહેરાતનું ટીઝર એક શાનદાર સંગીત અને ફિલ્મના નામથી શરૂ થાય છે. તેમાં ગોળીબારનો અવાજ પણ સંભળાય છે. ત્યારપછી તેની કાસ્ટ રિતિક, દીપિકા પાદુકોણ અને અનિલ કપૂરનું નામ આવે છે.ફિલ્મ 'ફાઇટર'ના  આ ઈન્ટ્રો માં કહેવામાં આવ્યું છે કે તે ભારતની પ્રથમ એરિયલ એક્શન ફિલ્મ છે. છેલ્લે, ફિલ્મની રિલીઝ ડેટ 28 સપ્ટેમ્બર 2023 આવે છે. રિતિક રોશને આ જાહેરાતના ટીઝરના કેપ્શનમાં ફિલ્મની રિલીઝ ડેટ પણ લખી છે અને તેને નિર્દેશકો સિદ્ધાર્થ આનંદ, અનિલ અને દીપિકાને ટેગ કરી છે.

આ સમાચાર પણ વાંચો : હિન્દી મીડીયમ માં ભણેલી સુષ્મિતા સેન અંગ્રેજીના કારણે મિસ યુનિવર્સ સ્પર્ધામાં અટવાઈ ગઈ હતી, આ સવાલનો જવાબ આપીને જીત્યો હતો તાજ

આ દિવસોમાં સિદ્ધાર્થ આનંદ શાહરૂખ ખાન ની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'પઠાણ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ છે. ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન પૂર્ણ કર્યા બાદ તે 'ફાઈટર'માં કામ કરશે.

The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Anupama: ‘અનુપમા’માં રાહી અને પ્રેમ નો શરૂ થશે રોમેન્ટિક ટ્રેક તો બીજી તરફ રાજા અને પરી વચ્ચે વધશે તણાવ
Exit mobile version