Site icon

ડેટિંગ એપ દ્વારા નહીં પરંતુ કંઈક આ રીતે થઇ હતી રિતિક રોશનના જીવનમાં સબા આઝાદની એન્ટ્રી ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 22 ફેબ્રુઆરી 2022         

Join Our WhatsApp Community

મંગળવાર

હૃતિક રોશન છેલ્લા કેટલાક દિવસોથી પોતાના અંગત જીવનને લઈને ખૂબ જ ચર્ચામાં છે. તેના અને સિંગર એક્ટ્રેસ સબા આઝાદ ડેટિંગ કરવાના ઘણા સમાચાર છે. આ બધા સમાચાર ત્યારે શરૂ થયા જ્યારે બંને એક બીજાનો હાથ પકડીને રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતા જોવા મળ્યા.અત્યાર સુધી હૃતિક સાથે સ્પોટ થયેલી સબા તાજેતરમાં અભિનેતાના પરિવાર સાથે પણ જોવા મળી હતી. રવિવારે સબાએ હૃતિક અને તેના પરિવાર સાથે લંચ લીધું હતું, જેના  ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જો કે, અત્યાર સુધી આ મામલે બંને તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. પરંતુ હા, બંને વિશે એક નવું અપડેટ સામે આવ્યું છે.

એક ન્યૂઝ વેબસાઈટ ના અહેવાલ મુજબ બંને એકબીજાને 2-3 મહિનાથી ડેટ કરી રહ્યાં છે. પહેલા એવા સમાચાર હતા કે બંને એક ડેટિંગ એપ દ્વારા મળ્યા હતા, પરંતુ આ સાચું નથી. રિપોર્ટ્સ અનુસાર બંનેની મુલાકાત ટ્વિટર દ્વારા થઈ હતી.એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બધું ત્યારે શરૂ થયું જ્યારે હૃતિકે  ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો જેમાં સબાની સાથે એક જાણીતા રેપર પણ હતા. હૃતિકે મેકર્સ વિશે ટ્વિટ કર્યું હતું કારણ કે તે તેમને ઓળખતો હતો. સબાએ આ માટે હૃતિકનો આભાર માન્યો હતો અને પછી બંને વચ્ચે વાતો નો સિલસિલો શરૂ થયો. વેબસાઈટના સૂત્ર અનુસાર, બંને પોતાના બોન્ડને કોઈથી છુપાવી નથી રહ્યા. બસ બંને ખુશ રહેવા માંગે છે જે દરેકનો અધિકાર છે. લોકો સબાને જજ કરી રહ્યા છે કે તે કેટલી નસીબદાર છે કે તે હૃતિક સાથે બોન્ડિંગ કરી રહી છે, જ્યારે કેટલાક તેમની ટીકા પણ કરી રાયા છે કે હૃતિક રોશન આટલી નાની છોકરી સાથે!. પરંતુ દરેક વ્યક્તિએ જાણવું જોઈએ કે બંને પુખ્ત છે અને સાચું અને ખોટું જાણે છે.

લાંબા વાળ અને સફેદ દાઢીમાં શાહરૂખ ખાનનો ફોટો થયો વાયરલ, જાણો શું છે તસવીર પાછળ નું સત્ય

તમને જણાવી દઈએ કે, સબા એક ગાયિકા અને અભિનેત્રી છે. આ સાથે તે એક બેન્ડનો પણ એક ભાગ છે. જો રિપોર્ટ્સનું માનીએ તો અગાઉ તે નસીરુદ્દીન શાહના પુત્ર ઈમાદ શાહ સાથે 2 વર્ષથી રિલેશનશિપમાં હતી. હૃતિકની ભૂતપૂર્વ પત્ની સુઝેન ખાન પણ સબાને ખૂબ પસંદ કરે છે અને તેણીની સંગીત પ્રતિભાને ખૂબ પ્રોત્સાહન આપે છે.

Disha Patni: દિશા પટણીના પિતાએ કેવી રીતે બચાવ્યો જીવ? સંભળાવી ઘર પર થયેલી ફાયરિંગની નજરે જોયેલી ઘટના
Smriti Irani : સેલિબ્રિટી હોવાના નુકસાન વિશે સ્મૃતિ ઈરાની એ કર્યો ખુલાસો, સોહા અલી ખાનના પોડકાસ્ટમાં કરી દિલ ખોલી ને વાત
Farah Khan Cook: ફરાહ ખાનના કુક દિલીપની કમાણીમાં થયો મોટો ફેરફાર, પહેલા કમાતા હતા માત્ર આટલા રૂપિયા
Naagin 7: શું નાગિન 7 માટે ફાઈનલ થઈ ગઈ નવી નાગિન? એકતા કપૂરની પસંદ બની બિગ બોસ ફેમ આ અભિનેત્રી
Exit mobile version