રિતિક રોશનની બહેન પશ્મિના કરવા જઈ રહી છે બોલિવૂડમાં એન્ટ્રી – શાહિદ કપૂર ની આ ફિલ્મની સિક્વલ માં મળશે જોવા

 News Continuous Bureau | Mumbai

શાહિદ કપૂર-અમૃતા રાવની 2003ની ટીન-રોમાન્સ ફિલ્મ 'ઇશ્ક વિશ્ક'ની સિક્વલ(Ishq Vishq sequal) આવતા વર્ષે રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મની સિક્વલનું નામ 'ઈશ્ક વિશ્ક રિબાઉન્ડ' (Ishq vishq rebound)રાખવામાં આવ્યું છે. 'ડિયર જિંદગી'માં જોવા મળેલો અભિનેતા રોહિત સુરેશ સરાફ શાહિદની ભૂમિકામાં જોવા મળશે, ત્યારે ફિલ્મમાં એક નવી હિરોઈનની એન્ટ્રી થવાની છે. આ ફિલ્મ હાલમાં બોલિવૂડ એક્ટર રિતિક રોશનની કઝીન પશ્મિના રોશનના(Hritik Roshan cousin bollywood entry) બોલિવૂડ ડેબ્યૂને કારણે ચર્ચામાં છે. મ્યુઝિક કમ્પોઝર રાજેશ રોશનની (Rajesh Roshan daughter)પુત્રી, સ્ટેજ એક્ટ્રેસ આખરે દિગ્દર્શક નિપુન અવિનાશ ધર્માધિકારી દ્વારા નિર્દેશિત આ ફિલ્મથી બોલિવૂડમાં પદાર્પણ કરવા જઈ રહી છે.

Join Our WhatsApp Community

પશ્મિના રોશન (Pashmina Roshan)આ નવી સફરને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તેની કારકિર્દીની શરૂઆતની જાહેરાત કરવા માટે, પશ્મિનાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ (Instagram)પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. શેર કરેલ વિડિયો માં  2003ની ફિલ્મના પોસ્ટરથી શરૂ થાય છે, ત્યારબાદ '2023માં રીબૂટ કરવા માટે તૈયાર થઈ જાવ'. ક્લાસિક હિટની નોસ્ટાલ્જીયા ને પુનર્જીવિત કરતા, નિર્માતાઓએ જાહેરાતના વિડિયોમાં જાહેર કર્યું છે કે પશ્મિના રોશન, રોહિત સરાફ, જિબ્રાન ખાન અને નૈલા ગ્રેવાલ ફિલ્મની સિક્વલમાં સ્ક્રીન શેર કરતા જોવા મળશે. આ ફિલ્મ બે દાયકા પછી રિલીઝ થવા જઈ રહી છે. જ્યારે પ્રથમ ત્રણ કલાકારોએ જે નામો સામે આવ્યા છે તેમાં તેમના અભિનયના નમૂના રજૂ કર્યા છે, પરંતુ પશ્મિના માટે આ બધું સંપૂર્ણપણે નવું હશે.

આ સમાચાર પણ વાંચો : નેટફ્લિક્સ એ રાધિકા આપ્ટેની ફિલ્મ સહિત છ નવા શો કર્યા રદ્દ-હવે આ ઝોનર ની ફિલ્મો નેટફ્લિક્સ ના નિશાન પર

'ઈશ્ક વિશ્ક રિબૂટ'નું શૂટિંગ (Ishq vishq reboot shooting)શરૂ થઈ ગયું છે અને ફિલ્મ આવતા વર્ષે એટલે કે 2023માં રિલીઝ થશે. નિર્માતાઓના જણાવ્યા મુજબ, ફિલ્મને તે સમયની પ્રેમ કથાઓ સાથે ફિટ કરવા માટે રીબૂટ કરવામાં આવી છે. આ ફિલ્મની વાર્તા વર્ષ 2000 પછી જન્મેલા યુવા પેઢીના સંબંધોમાં આધુનિકતા દર્શકો સમક્ષ લાવશે. આ ફિલ્મ દિગ્દર્શક નિપુન અવિનાશ ધર્માધિકારીની દિગ્દર્શિત ડેબ્યૂ (direction debut)હશે.

Akshaye Khanna: ધુરંધર’ની સફળતા બાદ અક્ષય ખન્ના રિલેક્સ મૂડમાં! અલીબાગના ઘરમાં કરાવ્યો વાસ્તુ શાંતિ હવન
Vikram Bhatt: વિક્રમ ભટ્ટ અને તેમના પત્ની વિરુદ્ધ કોર્ટની કાર્યવાહી, જાણો કયા કેસમાં ફસાયા?
Oscars 2026: હોમબાઉન્ડ’ ઓસ્કારની રેસમાં! બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ કેટેગરીમાં ભારતની ધમાકેદાર એન્ટ્રી
Aashram Season 4: બાબા નિરાલા પાછો આવી રહ્યો છે! ‘આશ્રમ 4’ કન્ફર્મ, ક્યારે શરૂ થશે શૂટિંગ? જાણો તમામ વિગતો
Exit mobile version