Site icon

અબુધાબીમાં આયોજિત થનારો બોલિવૂડનો પ્રતિષ્ઠિત IIFA એવોર્ડ સમારોહ મોકૂફ, નવી તારીખ આવી સામે , જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય

News Continuous Bureau | Mumbai

22મી ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી (IIFA) એવોર્ડ સમારંભ મુલતવી રાખવામાં આવ્યો છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) ના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનના અવસાન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અબુ ધાબીમાં (Abu Dhabi) થવાનો હતો. IIFAના સત્તાવાર સોશિયલ મીડિયા પેજ પરથી UAEના રાષ્ટ્રપતિના નિધન પર શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. અગાઉ આઈફા એવોર્ડ (IIFA award) સમારોહ માર્ચમાં યોજાવાનો હતો, પરંતુ કોરોનાને (Corona)લઈને સાવચેતી રાખીને તારીખો લંબાવવામાં આવી હતી.

Join Our WhatsApp Community

20 અને 21 મેના રોજ એવોર્ડ સમારોહ યોજાવાનો હતો. હવે આ ઈવેન્ટ 14, 15 અને 16 જુલાઈએ અબુ ધાબીમાં (Abu Dhabi) થશે. આઈફાએ રાષ્ટ્રપતિના નિધન પર ટ્વીટ કર્યું કે 'સંયુક્ત આરબ અમીરાતના (UAE)રાષ્ટ્રપતિ હિઝ હાઈનેસ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનના નિધન પર દુઃખ છે. અમે તેમના પરિવાર અને સંયુક્ત આરબ અમીરાતના લોકો સાથે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. ભગવાન તેમને શાંતિ આપે.' UAE ના રાષ્ટ્રપતિનું શુક્રવારે નિધન થયું. 73 વર્ષીય શેખ ખલીફાના નિધન પર વિશ્વભરના લોકોએ શોક વ્યક્ત કર્યો હતો. રિપોર્ટ અનુસાર તેઓ ઘણા સમયથી બીમાર હતા. તેમના નિધન પર UAEમાં 40 દિવસની રાષ્ટ્રીય રજા જાહેર કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : હસવા માટે થઇ જાઓ તૈયાર, ગુજરાતી રોમેન્ટિક કોમેડી ફિલ્મ 'જયસુખ ઝડપાયો' નું ટ્રેલર થયું રિલીઝ; જુઓ ફિલ્મ નું ટ્રેલર

તમને જણાવી દઈએ કે આઈફા(IIFA award) બોલિવૂડ માટે એક મોટો એવોર્ડ સમારોહ છે. જ્યાં તમામ દિગ્ગજ સ્ટાર્સ(celebrity performance) સ્ટેજ પર પરફોર્મન્સ આપે છે. આ વખતે ઈવેન્ટમાં સલમાન ખાન, રણવીર સિંહ, કાર્તિક આર્યન, સારા અલી ખાન અને અન્ય કલાકારો પરફોર્મ કરવાના છે. જો કે, જેમ જેમ તારીખો આગળ વધશે તેમ તેમ તેઓએ તેમના સમયપત્રકમાંથી સમય કાઢવો પડશે.

Katrina Kaif: કેટરિના કૈફ અને વિકી કૌશલ બન્યા માતા-પિતા, કપલ ના ઘરે થયું નાના મહેમાન નું આગમન
Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા’ના ‘સોઢી’ બન્યા બિઝનેસમેન! ટીવી છોડવાનું કારણ જણાવ્યું, ક્યારે કરશે શોમાં વાપસી?
Dil To Pagal Hai Awards: ૬ અભિનેત્રીઓએ રિજેક્ટ કરેલી શાહરુખની ‘દિલ તો પાગલ હૈ’ એ જીત્યા ૩ નેશનલ અને અધધ આટલા ફિલ્મફેર એવોર્ડ!
Aryan Khan Directorial: આર્યન ખાન કરશે શાહરુખને ડિરેક્ટ, જાણો ક્યારે શરૂ થશે આ બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ
Exit mobile version