Site icon News Continuous Bureau | Mumbai

શું આર્યન ખાનની માહિતી ગૂગલમાંથી દૂર કરવામાં આવી છે? આર્યન ખાન સંબંધિત કીવર્ડ સર્ચમાં આવતા નથી; જાણો શું છે હકીકત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 20 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન મુંબઈ ડ્રગ્સ કેસમાં જેલમાં છે. આર્યન ખાનની ધરપકડ થઈ ત્યારથી બૉલિવુડથી લઈને રાજકારણ સુધી આ ધરપકડની સતત ચર્ચા થઈ રહી છે. આર્યન ખાનને લગતી માહિતી ગૂગલ ઉપર પણ સર્ચ કરવામાં આવી રહી છે, પરંતુ આર્યન ખાનના સંદર્ભમાં ગૂગલ સર્ચ પર મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. જ્યારે પણ તમે ગૂગલ પર કોઈ શબ્દ સર્ચ કરો છો, ત્યારે એના હેઠળ સંબંધિત કીવર્ડ્સ પણ દેખાય છે, પરંતુ આર્યન ખાનના કિસ્સામાં આવું થઈ રહ્યું નથી.

ચાલો તમને ઉદાહરણ આપીને સમજાવીએ, જ્યારે તમે સુહાના ખાનને ગૂગલમાં સર્ચ કરો, ત્યારે સુહાના ખાનની એજ, સુહાના ખાનની ફિલ્મ, સુહાના ખાનનું ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ અને આવા તમામ શબ્દો સુહાના ખાનના નામ હેઠળ કીવર્ડ્સ તરીકે દેખાશે, પરંતુ જ્યારે તમે આર્યન ખાનને સર્ચ કરશો ત્યારે એક પણ કીવર્ડ દેખાશે નહીં.

‘ગંગુબાઈ કાઠિયાવાડી’ પ્રથમ સમીક્ષા : જાણો રણબીર કપૂરે ગંગુબાઈ કાઠિયાવાડી જોઈને આલિયા ભટ્ટ વિશે શું કહ્યું

હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે ગૂગલમાં સર્ચ કરતા સંબંધિત કીવર્ડ્સ આર્યન ખાનના સંદર્ભમાં કેમ નથી આવી રહ્યા. કેટલાક સોશિયલ મીડિયા નિષ્ણાતો જણાવી રહ્યા છે કે એવી સંભાવના છે કે આર્યન ખાન સાથે સંબંધિત કીવર્ડ ગૂગલમાંથી હટાવી દેવામાં આવ્યો હોય અને તે શાહરુખ ખાનની પીઆર ટીમ દ્વારા કરવામાં આવ્યો હોય, પરંતુ હાલમાં આ વિષય પર કોઈ નક્કર માહિતી મળી નથી, પરંતુ એ સાચું છે કે આર્યન ખાન સંબંધિત કીવર્ડ્સ ગૂગલ અને યુટ્યૂબ પર દેખાતા નથી.

Rohit Sharma TV Show ક્રિકેટ પીચ બાદ હવે ટીવી સ્ક્રીન પર ધમાકો કરશે રોહિત શર્મા, નવા શોના પ્રોમોમાં જોવા મળ્યો ‘હિટમેન’ નો અંદાજ
Hanuman Ansh ૮૦ કરોડ પાર કરી ચૂકેલી ‘હનુમાન અંશ’ ફિલ્મ માટે ડિરેક્ટરે ગામડે ગામડે ફરીને કેવી રીતે એકઠી કરી હતી ભીડ, વાયરલ વિડીયો આવ્યો સામે
Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Exit mobile version