ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૩/૧૦/૨૧
રવિવાર
મુંબઈ શહેરમાં દરિયાકાંઠા નજીક રહેલી ક્રુઝ પર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં શાહરુખ ખાન નો દીકરો આર્યન ખાન ઝડપાઈ ગયો છે. મીડિયામાં જે સમાચાર વહેતા થયા છે તે મુજબ આર્યન ખાન ની કડક પૂછપરછ પછી ધરપકડ કરવામાં આવી છે. જોકે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા આ સંદર્ભે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.
અગાઉ પ્રાપ્ત થયેલા અહેવાલો મુજબ પૂછપરછ દરમિયાન આર્યન ખાને જવાબ આપ્યો હતો કે તેનો ડ્રગ્સ સાથે કોઈ સંબંધ નથી તેમજ પાર્ટીમાં તે માત્ર એક વીઆઇપી ગેસ્ટ હતો. જોકે નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓ તરફથી પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આર્યન ખાન સામે ઘણા મજબૂત પુરાવાઓ એકત્રિત થયા છે.
વધુ માહિતી આવી રહી છે.