Site icon

વિલ સ્મિથના સંબંધો પર ભારે પડી ઓસ્કરની થપ્પડ, શું પત્ની જેડા પિંકેટને છૂટાછેડા પર આટલા મિલિયન ડોલર ચૂકવવા પડશે?

News Continuous Bureau | Mumbai

હોલીવુડમાંથી (hollywood) એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. તમને બધાને તાજેતરનો થપ્પડનો કિસ્સો યાદ તો યાદ જ હશે કે કેવી રીતે વિલ સ્મિથે ઓસ્કાર 2022 (oscar 2022) ના હોસ્ટ ક્રિસ રોકને (kris rock) થપ્પડ મારી હતી. હવે સમાચાર એવા સામે આવી રહ્યા છે કે થપ્પડ કાંડ બાદ વિલ સ્મિથ (Will smith) અને પત્ની જેડા (Jada Pinkett) વચ્ચે તણાવનું વાતાવરણ છે.

Join Our WhatsApp Community

ઇન્ટરનેશનલ સિનેમાના કોરિડોરમાં એવી ચર્ચા છે કે જેડા પિંકેટ (Jada Pinkett) થપ્પડના કૌભાંડને કારણે વિલ સ્મિથ સાથે વાત નથી કરી રહી. બંને વચ્ચે ભાગ્યે જ કોઈ વાતચીત થાય છે. એક ઈન્ટરનેશનલ  મીડિયા (international media) માં પ્રકાશિત થયેલા અનુસાર, બંને એક ઘરમાં રહે છે પરંતુ વાતચીત બંધ છે. બંને વચ્ચે તણાવ ઘણો વધી રહ્યો છે. આ કિસ્સામાં, મામલો છૂટાછેડા (divorce) માટે કોર્ટમાં (court) પહોંચી શકે છે.તમને જણાવી દઈએ કે આ પહેલા પણ જેડા  પિંકેટ (Jada Pinkett)અને વિલ સ્મિથ (Will smith) અલગ થઈ ચૂક્યા છે. લગ્ન પછી પિંકેટ નું અફેર બીજે ચાલ્યું હતું. પરંતુ પાછળથી તેણીને સમજાયું કે તે સ્મિથ વિના જીવી શકશે નહીં અને તે પાછી આવી હતી.

આ સમાચાર પણ વાંચો : પાન મસાલાની જાહેરાત પર ટ્રોલ થયેલા અક્ષય કુમારે ચાહકોની માંગી માફી, કરી આ મોટી જાહેરાત

એક ઈન્ટરનેશનલ મેગેઝીન અનુસાર, ઓસ્કરમાં (Oscar 2022) થપ્પડ કાંડ ના કારણે કપલ વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે. જોકે, પહેલા પણ તેમની વચ્ચે બધુ બરાબર નહોતું. પરંતુ હવે સ્થિતિ વણસી ગઈ છે. જો બંને અલગ થાય છે, તો સ્મિથને સૌથી વધુ નુકસાન થશે. કેલિફોર્નિયાના (California) કાયદા અનુસાર, છૂટાછેડાની (divorce) સ્થિતિમાં, પતિએ તેની અડધી મિલકત પત્નીને આપવી પડે છે.જો વિલ અને તેની પત્ની અલગ થવાનું નક્કી કરે, તો અભિનેતાને આર્થિક રીતે નુકસાન થઈ શકે છે. તમને જણાવી દઈએ કે વિલ સ્મિથ 350 મિલિયનની (350 milian dolar) પ્રોપર્ટીના માલિક છે. આવી સ્થિતિ માં વીલ ની અડધી સંપત્તિ તેની પત્ની જેડા ને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો આવું થાય છે તો તે શોબિઝમાં સૌથી ખરાબ છૂટાછેડા હશે. આ પહેલા એન્જેલિના જોલી (Anjelina joly) અને બ્રાડ પિટના (Bred pit) છૂટાછેડા ચર્ચામાં હતા. જે સૌથી લાંબા ચાલ્યા હતા .

Archana Puran Singh: અર્ચના પુરણ સિંહ ગંભીર બીમારીનો શિકાર, પુત્રએ સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ
Cheekatilo Trailer Released: શોભિતા ધુલીપાલાનો નવો ખતરનાક અંદાજ! ‘ચીકાટિલો’ માં પોડકાસ્ટર બની ઉકેલશે સીરીયલ કિલરના રહસ્ય, જુઓ હૃદયના ધબકારા વધારતું ટ્રેલર
Indian Idol 3 Winner Prashant Tamang Passes Away: પહાડોનો અવાજ શાંત થયો! પ્રશાંત તમાંગના નિધનથી દેશભરમાં શોક, પત્નીએ ખોલ્યું સિંગરના અચાનક વિદાયનું રહસ્ય
Toxic: યશની ‘ટોક્સિક’ ના ટીઝરથી મચ્યો હંગામો! બોલ્ડ સીન્સ જોઈ મહિલાઓ લાલઘૂમ, પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો મામલો
Exit mobile version