Site icon

શાહરુખ ખાન ની ફિલ્મ જવાન નું ટીઝર રિલીઝ થતાની સાથે જ ટ્રોલ થયો કિંગ ખાન નો લુક -યુઝર્સે કરી આ પાત્ર સાથે સરખામણી

 News Continuous Bureau | Mumbai 

શાહરૂખ ખાનની આગામી ફિલ્મ જવાનનું ફર્સ્ટ લૂક ટીઝર(Jawan first look teaser)રિલીઝ થઈ ગયું છે. એટલી નિર્દેશનમાં શાહરૂખ લાંબા સમય પછી એક્શન અવતારમાં જોવા મળશે. શાહરૂખની છેલ્લી ફિલ્મ 4 વર્ષ પહેલા આવી હતી અને હવે તે ધમાકેદાર કમબેક(come back) કરવા જઈ રહ્યો છે. ટીઝરમાં શાહરૂખનો લુક ખૂબ જ આકર્ષક છે. તેના આખા ચહેરા પર ઉઝરડા છે. તેના ચહેરા પર પટ્ટીઓ છે અને માત્ર એક આંખ દેખાઈ રહી છે. ટીઝરમાં શાહરૂખનો હાથ બંદૂકથી લઈને ચાકુ સુધી જોવા મળે છે. 1 મિનિટ 30 સેકન્ડના આ ટીઝરને પસંદ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય ફેન્સ પણ શાહરૂખના કમબેકને લઈને ઉત્સાહિત છે. દરમિયાન, ફિલ્મમાં શાહરૂખના લુકની તુલના 'ડાર્કમેન' (dark man)સાથે કરવામાં આવી રહી છે.

Join Our WhatsApp Community

હકીકતમાં, સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે 'જવાન'માં શાહરૂખ ખાનના લુકને 1990ની ફિલ્મ 'ડાર્કમેન' જેવો જ ગણાવ્યો હતો. ફિલ્મમાં, જ્યારે લિયામ નીસનના (liam nisan)ચહેરાને વિસ્ફોટકથી નુકસાન થાય છે, ત્યારે તે ડાર્કમેન (dark man)બનીને બહાર આવે  છે. લિયામનો ચહેરો પણ પટ્ટીઓથી ઢંકાયેલો હોય છે. બૉલીવુડ ફિલ્મો પર ભૂતકાળમાં પણ પોસ્ટરથી લઈને વાર્તાઓ અને ગીતોની નકલ(copy) કરવાનો આરોપ લાગ્યો છે. આ વખતે પણ યુઝર્સ કંઈક આવું જ કહી રહ્યા છે.

એક યુઝરે લખ્યું, 'એક વધુ કોપી, જવાન, ડાર્કમેન. (dark man)ચોક્કસ તેણે બોલિવૂડના તડકા, મિર્ચ મસાલા, રોમાન્સ, આઈટમ સોંગને વાર્તાની મધ્યમાં મૂક્યું હશે.'

આ ફિલ્મ વિશે વાત કરતાં શાહરુખ ખાને કહ્યું હતું કે "જવાન એક યુનિવર્સલ સ્ટોરી(Universal story) છે, જે ભાષાઓ, ભૌગોલિક બાબતોથી એકદમ દૂર છે અને બધા લોકો તેનો આનંદ માણી શકે છે. આ અનોખી ફિલ્મ બનાવવાનો શ્રેય એટલીને (Etli)જાય છે, જે મારા માટે એક અદ્ભુત અનુભવ પણ રહ્યો છે, કારણ કે મને એક્શન ફિલ્મો (action film)ગમે છે! ફિલ્મનું ટીઝર માત્ર આવનારી ધમાકેદાર ફિલ્મની એક ઝલક છે.

આ સમાચાર પણ વાંચો : લગ્ન પછી વિકી કૌશલ-કેટરિના કૈફે આ શાનદાર પ્રોજેક્ટ માટે મિલાવ્યો હાથ- શાહરૂખ ખાન-ગૌરી ખાનની લીગમાં થશે સામેલ

Amitabh Bachchan: 43 વર્ષ જૂની એક ભૂલ, આજે પણ ભોગવી રહ્યા છે અમિતાભ બચ્ચન, ‘કુલી’ ના સેટ પર થયેલી ઘટના બાદ બિગ બી થયા હતા આ બીમારી ના શિકાર
Munmun Dutta: એરપોર્ટ પર મુનમુન દત્તા એ તેની માતા સાથે કર્યું એવું વર્તન કે લોકો કરી રહ્યા છે તારક મહેતા ની બબીતાજી ના વખાણ
Aamir Khan: આમિર ખાન એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક અભિનેતાઓની નીતિ પર ઉઠાવ્યા સવાલ, નિર્માતાઓને આપી આવી સલાહ
YRKKH Armaan Poddar: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ નો અરમાન રિયલ લાઈફ માં બન્યો પિતા, રોહિત અને શીના ના ઘરે થયું નાના મહેમાન નું આગમન
Exit mobile version