Site icon

જયા બચ્ચને અમિતાભની આ ફિલ્મનું સ્ક્રીનિંગ અધવચ્ચે જ છોડી દીધું હતું, બિગ બીએ સંભળાવ્યો કિસ્સો

News Continuous Bureau | Mumbai

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) એક સફળ બોલિવૂડ અભિનેતા (Bollywood actor)છે જેમને શોલે, દીવાર થી  લઇ ને  પીકુ અને પા જેવી હિટ ફિલ્મો માટે યાદ કરવામાં આવે છે. પરંતુ 1990ના દાયકામાં તેમની કારકિર્દીમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા, જેની અસર તેમના સ્વાસ્થ્ય (health) પર પણ પડવા લાગી. આ દરમિયાન બચ્ચનની (Amitabh Bachchan)ઘણી ફિલ્મો ફ્લોપ થઈ ગઈ, જેના કારણે લોકો કહેવા લાગ્યા કે તેમનું કરિયર (carier) ખતમ થઈ ગયું છે.1990ના દાયકામાં તેની કેટલીક ફિલ્મો તેના ચાહકો અને તેના પરિવારને પણ પસંદ ન આવી. મેહુલ કુમારની  (Mehul Kumar)1997માં આવેલી ફિલ્મ મૃત્યુદાતા (Mrityudata) તેમાંથી એક હતી. પરંતુ વર્ષ 2000માં, બચ્ચને 'કૌન બનેગા કરોડપતિ' (kaun banega crorepati)અને યશ ચોપરાની ફિલ્મ મોહબ્બતેંથી (mohabbatein) પુનરાગમન કર્યું. મૃત્યુદાતા  એ તે સમયે બિગ બીની કારકિર્દીમાં મોટો આંચકો હતો.

Join Our WhatsApp Community

તેમની પત્ની જયા બચ્ચનને (Jaya Bachchan) પણ આ ફિલ્મ પસંદ ન હતી. જયા બચ્ચન પણ ફિલ્મની સ્ક્રીનિંગમાંથી (Film screening) બહાર નીકળી ગઈ હતી. 1999 માં, એક પત્રકાર  સાથેની વાતચીતમાં, અમિતાભે (Amitabh Bachchan) ખુલાસો કર્યો કે જયા તેમના કામની સખત ટીકા કરે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તે તેની ફિલ્મોના સ્ક્રીનિંગ દરમિયાન બેસતી હતી, તો અમિતાભે કહ્યું, "તે મૃત્યુદાતા (Mrityudata) ની સ્ક્રીનિંગ વખતે વચ્ચેથી ઉઠીને નીકળી ગઈ."આ વાતચીતમાં અમિતાભે જણાવ્યું કે તે દરમિયાન તેમનું પ્રોડક્શન હાઉસ ABCL આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું હતું. અભિનેતાએ કહ્યું કે તે સમયે તે જે પણ ફિલ્મો અને જાહેરાતો (Film and AD) કરતો હતો તેનાથી કંપની નો ખર્ચો નીકળતો હતો. રોકાણકારોએ (investors) વિચાર્યું કે હું એક અભિનેતા અને બ્રાન્ડ  (Brand) છું જેનો ફાયદો ઉઠાવીને કંપનીમાં પૈસા પાછા લાવી શકાય છે. અમિતાભે કહ્યું કે તેમણે જે પણ જાહેરાત કરી છે, પછી તે બીપીએલ (BPL)  હોય, પેપ્સી (Pepsi) હોય કે અન્ય કંઈપણ હોય. તે બધા પૈસા કંપની માં ગયા હતા, તેમને કોઈ પૈસા મળ્યા ન હતા.

આ સમાચાર પણ વાંચો: ટીવીની 'બાલિકા વધૂ' અવિકા ગૌરને મળ્યો મોટો પ્રોજેક્ટ, વિક્રમ ભટ્ટની આ ફિલ્મથી બોલિવૂડમાં કરશે એન્ટ્રી

નોંધનીય છે કે, મૃત્યુદાતા (Mrityudata) ની નિષ્ફળતા પછી, ઘણા લોકોએ તેની ફિલ્મની પસંદગી પર શંકા કરવાનું શરૂ કર્યું. પરંતુ તેની પ્રતિભા પર ક્યારેય સવાલ ઉઠાવવામાં આવ્યો ન હતો. આજે પણ લોકો અમિતાભ બચ્ચનની (Amitabh Bachchan)એક્ટિંગને એટલી જ પસંદ કરે છે. અભિનેતાએ 1970 ના દાયકામાં તેની 'એન્ગ્રી યંગ મેન' (engry young man)ઇમેજથી સ્ટારડમ બનાવ્યો. હાલમાં અમિતાભ રનવે 34 (Runway 34) ફિલ્મમાં જોવા મળવાના છે. આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની સાથે બોલિવૂડ એક્ટર અજય દેવગન (Ajay Devgan) પણ મહત્વના રોલમાં છે. અભિનયની સાથે અજય દેવગણે આ ફિલ્મનું નિર્દેશન (direction) પણ કર્યું છે.

Amitabh Bachchan: 43 વર્ષ જૂની એક ભૂલ, આજે પણ ભોગવી રહ્યા છે અમિતાભ બચ્ચન, ‘કુલી’ ના સેટ પર થયેલી ઘટના બાદ બિગ બી થયા હતા આ બીમારી ના શિકાર
Munmun Dutta: એરપોર્ટ પર મુનમુન દત્તા એ તેની માતા સાથે કર્યું એવું વર્તન કે લોકો કરી રહ્યા છે તારક મહેતા ની બબીતાજી ના વખાણ
Aamir Khan: આમિર ખાન એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક અભિનેતાઓની નીતિ પર ઉઠાવ્યા સવાલ, નિર્માતાઓને આપી આવી સલાહ
YRKKH Armaan Poddar: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ નો અરમાન રિયલ લાઈફ માં બન્યો પિતા, રોહિત અને શીના ના ઘરે થયું નાના મહેમાન નું આગમન
Exit mobile version