Site icon

હસવા માટે થઇ જાઓ તૈયાર, ગુજરાતી રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘જયસુખ ઝડપાયો’ નું ટ્રેલર થયું રિલીઝ; જુઓ ફિલ્મ નું ટ્રેલર

News Continuous Bureau | Mumbai

ગુજરાતી રોમેન્ટિક કોમેડી ફિલ્મ 'જયસુખ ઝડપાયો' (Jaysukh Zadpayo)રૂટિન ગુજરાતી ફિલ્મો (Gujarati film) કરતાં આ ફિલ્મની  સ્ટોરી લાઇન અલગ છે. અને દર્શકોને ડિરેક્ટર પ્રિયદર્શનની ફિલ્મ ગુજરાતીમાં જાેતા હોય તેવો અનુભવ ટ્રેલર પરથી થશે. આ ફિલ્મ 3 જૂનનાં થિએટર્સમાં રિલીઝ થવાની છે. ફિલ્મનાં અન્ય મુખ્ય કલાકારોની વાત કરીએ તો, લિડ રોલમાં જિમિત ત્રિવેદી (Jimit Trivedi) છે. તો આ ફિલ્મમાં જાેની લિવર (Johli liver) પણ નજર આવે છે. પૂજા જાેષી, હાર્દીક સાંઘાણી, અનંગ દેસાઇ, મોના મેવાવાલા, સાંચી પેશ્વાની, સંગિતા ખાનાયત અને પૂર્વી વ્યાસ પણ આ ફિલ્મમાં નજર આવશે.

Join Our WhatsApp Community

ટૂંક સમયમાં રિલીઝ થયેલી સારી સારી ગુજરાતી ફિલ્મોની (Gujarati film) વાત કરીએ તો, હાલમાં પ્રાઇમ પર આવેલી ફિલ્મ 'ડિયર ફાધર' (Dear father) ઘણી જ સુંદર ફિલ્મ છે. જેમાં પરેશ રાવલ, માનસી પારેખ અને ચેતન ધાનાણી લિડ રોલમાં છે. તો હાલમાં થિએટર્સમાં ધૂમ મચાવી રહેલી ફિલ્મ 'કહેવતલાલ પરિવાર' (Kehvatlal parivar) માં ગુજરાતી શ્રેષ્ઠ કલાકારો સિદ્ધાર્થ રાંદરિયા, સુપ્રિયા પાઠક, વંદના પાઠક, શ્રદ્ધા ડાંગર અને ભવ્ય ગાંધીએ તેનો શ્રેષ્ઠ અભિનય અદા કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : શું ગર્ભવતી છે કેટરિના કૈફ? પતિ વિકી કૌશલ તરફ થી આવ્યું આ નિવેદન

છેલ્લા ઘણાં સમયથી જે ફિલ્મનાં ટ્રેલરની રાહ જાેવાઇ રહી હતી તે 'જયસુખ ઝડપાયો'નું ટ્રેલર રિલીઝ(Jaysukh Zadpayo trailer) થઇ ગયું છે. હાલમાં ગુજરાતી સારી સારી ફિલ્મો એક બાદ એક રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ માં રોમેન્ટિક અને કોમેડીનો (Romantic comedy) ભરમાર છે.આ  ફિલ્મનું ડિરેક્શન ધર્મેશ મેહતાએ કર્યું છે. તેમજ પ્રોડ્યુસ પણ ધ્મેશ મેહતાએ કરી છે. આ સાથે જ સેમ દોષી અને બોહરા પવન પણ તેનાં કો પ્રોડ્યુસર છે.

 

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version