Site icon

જેનિફર વિંગેટે તેના કો સ્ટાર તનુજ વિરવાની સાથેના સંબંધો પર પહેલીવાર તોડ્યું મૌન-બન્નેના ડેટિંગ ના સમાચાર ને લઇ ને કહી આ વાત

 News Continuous Bureau | Mumbai

ટેલિવિઝન ની લોકપ્રિય અભિનેત્રી જેનિફર વિંગેટ(Jennifer Winget) કે  જેણે થોડા વર્ષો પહેલા OTTની દુનિયામાં પણ પગ મૂક્યો હતો. તેની કોડ એમ(Code M) સિરીઝ ઘણી હિટ રહી હતી અને લોકોએ તેને આર્મી ઓફિસરના(Army officer) રોલમાં ઘણી પસંદ કરી હતી. હવે આ સીરીઝની બીજી સીઝન પણ રિલીઝ થઈ ગઈ છે અને ફરી એકવાર જેનિફર વિંગેટનું નામ તેની સીરીઝના કો-સ્ટાર તનુજ વિરવાની(Tanuj Virwani) સાથે જોડાઈ રહ્યું છે.

Join Our WhatsApp Community

જેનિફર વિંગેટ અને તનુજ વિરવાનીના લિંકઅપના (Jennifer Tanuj link up news)સમાચાર ઘણા સમયથી આવી રહ્યા છે પરંતુ આ પહેલીવાર છે જ્યારે અભિનેત્રીએ આ અંગે મૌન તોડ્યું છે. એક મીડિયા હાઉસ સાથે વાત કરતી વખતે જેનિફર વિંગેટે કહ્યું કે તેને આ સમાચારોથી કોઈ ફરક નથી પડતો. કારણ કે તેનો પરિવાર, તેના મિત્રો, તેના નજીકના લોકો આ વિશેનું સંપૂર્ણ સત્ય જાણે છે. તેણે સ્વીકાર્યું કે તે એક પબ્લિક ફિગર છે અને તેના વિશે લોકોના અલગ-અલગ મંતવ્યો છે, તેથી તેને આ બધી બાબતોની પરવા નથી.આટલું જ નહીં, જેનિફરે તનુજ સાથેના તેના બોન્ડિંગ(bonding) વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું, “અમે બંને કોડ એમ સીઝન (Code M season1)1 થી સાથે કામ કરી રહ્યા છીએ. આ કારણે અમારું બંધન વધુ મજબૂત બન્યું છે. તે ખુશ અને મનોરંજક છે, તેથી મને તેની સાથે રહેવાની મજા આવે છે. સેટ પર પણ તેની સાથે ઉદાસી કે શાંતિની કોઈ ક્ષણ નહોતી, કારણ કે તે વાતાવરણને ખુશનુમા બનાવે છે. હું હસતી હતી."

આ સમાચાર પણ વાંચો : બોલિવૂડ એક્ટર શક્તિ કપૂર ના દીકરા સિદ્ધાંત કપૂરની આ આરોપમાં પોલીસે કરી ધરપકડ-જાણો શું છે સમગ્ર મામલો

તમને જણાવી દઈએ કે, જેનિફર વિંગેટે પહેલા એક્ટર કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન (Karan singh grover marriage)કર્યા હતા પરંતુ થોડા વર્ષોમાં તેમના છૂટાછેડા(divorce) પણ થઈ ગયા હતા. આ પછી કરણ સિંહ ગ્રોવર બિપાશા બાસુ સાથે સેટલ થઈ ગયો પરંતુ જેનિફર વિંગેટે હજુ સુધી લગ્ન કર્યા નથી. ‘કસૌટી ઝિંદગી કે સિરિયલ’થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર જેનિફરની ગણતરી સૌથી સુંદર ટીવી (beautiful tv actress)અભિનેત્રીઓમાં થાય છે અને હવે ‘કોડ એમ 2’ માં મેજર મોનિકાની ભૂમિકા માટે તેની પ્રશંસા થઈ રહી છે.

Katrina Kaif and Vicky Kaushal: કેટરીના કૈફ અને વિક્કી કૌશલ બન્યા માતા-પિતા, હોસ્પિટલ એ આપ્યું માતા અને દીકરા નું સ્વાસ્થ્ય અપડેટ
Somy Ali on Salman khan: સોમી અલી એ સલમાન ખાન પર ફરી લગાવ્યો ગંભીર આરોપ, વિડીયો શેર કરી કહી આવી વાત
Shraddha Kapoor: શ્રદ્ધા કપૂર બની ‘જૂડી હોપ્સ’નો અવાજ,બોલિવૂડની ‘ક્યૂટ ગર્લ’ નું ડિઝની વર્લ્ડમાં ધમાકેદાર ડેબ્યુ!
Shahrukh khan King: શાહરૂખ ખાનની ‘કિંગ’માં હશે 15 દિગ્ગજ અભિનેતાઓ! જાણો કોણ કોણ જોડાશે?
Exit mobile version