Site icon News Continuous Bureau | Mumbai

ઓસ્કારમાં નોમિનેટ થશે એસએસ રાજામૌલી ની ફિલ્મ RRR-આ બે કેટેગરીમાં મળી શકે છે નોમિનેશન- અમેરિકન મીડિયાએ કર્યો છે દાવો 

News Continuous Bureau | Mumbai

જુનિયર NTR(Jr. NTR) અને રામ ચરણ(Ram Charan) તેજા સ્ટારર ફિલ્મ 'RRR'ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હકીકતમાં, આંતરરાષ્ટ્રીય મેગેઝિન વેરાયટીએ(International Magazine Variety) વર્ષ 2023 માટે ઓસ્કાર એવોર્ડ(Oscar Award) માટે નોમિનેટ થનારી ફિલ્મોની સંભવિત યાદી બહાર પાડી છે. આ યાદીમાં એસએસ રાજામૌલીની(SS Rajamouli) ફિલ્મ 'RRR'નું નામ પણ સામેલ છે. આ પ્રખ્યાત મેગેઝીને આગાહી કરી છે કે ફિલ્મ 'RRR'ને બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર(International feature), બેસ્ટ ઓરિજિનલ સોંગ(Best Original Song) (દસ્તી), બેસ્ટ એક્ટર કેટેગરીમાં(Best Actor category) જુનિયર એનટીઆર અને રામ ચરણ તેજાનું નામ સહિત અનેક કેટેગરીમાં નોમિનેટ થઈ શકે છે.

Join Our WhatsApp Channel

રામ ચરણ અને જુનિયર એનટીઆરના ચાહકો વેરાયટી મેગેઝિન(Variety Magazine) દ્વારા સંભવિત ઓસ્કાર લિસ્ટને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ લિસ્ટ સામે આવતાની સાથે જ #ramcharanforoscars ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યું. એક યુઝરે ટિપ્પણી કરી, "ભારતના પ્રથમ એક્શન હીરોની(action heroes) તુલના જેમ્સ બોન્ડમાં(James Bond) પશ્ચિમી મહાનુભાવો(Western dignitaries) સાથે કરવાથી લઈને ઓસ્કારની આગાહીઓની રેન્કિંગ શ્રેણીમાં પ્રવેશવા સુધી. રામ ચરણ ઘણો લાંબો કાપ્યો છે." આ સિવાય અન્ય એક યુઝરે જુનિયર એનટીઆરને ટેગ કરીને લખ્યું, "શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણી માટે રામ ચરણ, શ્રેષ્ઠ સહાયક અભિનેતા જુનિયર એનટીઆર."

આ સમાચાર પણ વાંચો : 14 વર્ષ પછી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના ચાહકો નો ઇન્તઝાર થશે ખતમ- શોમાં નવા તારક મહેતા બાદ થશે આ પાત્ર ની એન્ટ્રી-પોપટલાલે કર્યો ખુલાસો 

એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'RRR'એ બોક્સ ઓફિસ(box office) પર કમાણીના મામલામાં ધૂમ મચાવી દીધી હતી. 550 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે માત્ર ભારતમાં જ 903.68 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. તે જ સમયે, આ ફિલ્મે વિશ્વભરમાં 1111.7 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મમાં જુનિયર એનટીઆર અને રામ ચરણ તેજાની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. ફિલ્મમાં આલિયા ભટ્ટ અને અજય દેવગન પણ કેમિયો રોલમાં જોવા મળ્યા હતા.વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, રામ ચરણની 15મી તેલુગુ ફિલ્મ રિલીઝ થવાની છે, જેનું નામ RC15 છે. આ ફિલ્મમાં રામ ચરણ અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન એસ શંકર કરી રહ્યા છે, જ્યારે ફિલ્મના નિર્માતા શ્રી વેંકટેશ્વર છે. આ ફિલ્મનું બજેટ 250 કરોડ છે.

 

Bollywood Extortion Threat બોલિવૂડમાં દહેશત 50 થી વધુ હસ્તીઓને મળી ધમકી, લોરેન્સ ગેંગના નામે ઉઘરાણી કરનાર આરોપી ઝડપાયો
Tiger Shroff Firing Investigation કરનાલથી મુંબઈ સુધીનું હવાલાUPI નેટવર્ક બેનકાબ, બિશ્નોઈ ગેંગે શૂટર્સને ફંડિંગ પૂરું પાડવા રિક્ષાચાલકોના બેંક એકાઉન્ટ્સનો કર્યો ઉપયોગ
Ramayana Sunny Deol Hanuman Look ‘રામાયણ’ ના અંતિમ સીનમાં જોવા મળી ‘હનુમાન’ બનેલા સની દેઓલની પહેલી ઝલક સિનેમાઘરોમાં દર્શકો થયા ભાવવિભોર
Lawrence Bishnoi Gang Impersonator Arrested લૉરેન્સ બિશ્નોઈ ગેંગના નામે બોલિવૂડ કલાકારો પાસેથી ₹૫ કરોડની ખંડણી માંગનાર IIT ગ્રેજ્યુએટ એન્જિનિયર બેંગલુરુથી ઝડપાયો
Exit mobile version