Site icon

ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ અને સૌરવ ગાંગુલી બાદ હવે આ બૉલિવુડ કલાકારો જોવા મળશે KBC 13ના શાનદાર શુક્રવારના એપિસોડમાં; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 4 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

શનિવાર

કૌન બનેગા કરોડપતિ (KBC)નો છેલ્લો એપિસોડ ધમાકેદાર હતો. શોમાં અનુભવી ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ અને સૌરવ ગાંગુલીએ અમિતાભ બચ્ચન સાથે ઘણી રમૂજી ઘટનાઓ શૅર કરી શુક્રવારના આ રંગીન એપિસોડ પછી, હવે ફરી એક વાર KBC 13નું સ્ટેજ બૉલિવુડના દિગ્ગજ કલાકારોથી શણગારવા જઈ રહ્યું છે. અભિનેત્રી દીપિકા પાદુકોણ અને કોરિયોગ્રાફર-ડિરેક્ટર ફરાહ ખાન આવતા શુક્રવારે શોમાં જોડાવા જઈ રહ્યાં છે.

ચૅનલે શોનો પ્રોમો શૅર કર્યો છે, જેમાં ત્રણેય કલાકારો ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’નાં લોકપ્રિય દૃશ્યો ભજવતાં જોવા મળે છે. અમિતાભે ફરાહને પૂછ્યું : તમારી ફિલ્મમાં મને લેવાનું તમને ક્યારેય લાગ્યું નથી. 
આના પર ફરાહ કહે છે : સર, તમે દરેકનું સ્વપ્ન છો. 

આ પછી ફરાહ બિગ બીને KBCના જ સ્ટેજ પર ઑડિશન આપવા કહે છે. ફરાહ અમિતાભને તેની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’માંથી 'એક ચુટકી સિંદૂર'નો સીન કરવા કહે છે. સાથે હાજર દીપિકા પાદુકોણ પણ અમિતાભને સપોર્ટ કરે છે. પહેલા દીપિકા એ દૃશ્ય કરી બતાવે છે, પછી અમિતાભ કડક સ્વરમાં એ દૃશ્ય કરે છે. ફરાહ તેમને કહે છે : ના સર એવું નથી. પછી શું, અમિતાભ પોતાના રંગમાં આવે છે અને સંપૂર્ણ ઍક્શન અને પ્રેમ સાથે સીન કરે છે, જેના માટે તાળીઓ પડે છે. 

કંગના રાણાવતની ‘થલાઇવી’ નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ વીડિયો પર એકસાથે થશે રિલીઝ, આટલા કરોડની મળી ઑફર

KBC 13ના આ એપિસોડનો 10 સપ્ટેમ્બરે રાત્રે 9.00 વાગ્યે પ્રીમિયર થશે. બિગ બી દ્વારા ઑડિશન આપેલા આ મનોરંજક એપિસોડની પ્રથમ ઝલક જણાવે છે કે શો મનોરંજક હશે. અમિતાભે આજ સુધી ફરાહ ખાન સાથે એક પણ ફિલ્મ કરી નથી તેમ જ દીપિકા સાથે અમિતાભની ફિલ્મ ‘પીકુ’ જબરદસ્ત હિટ રહી હતી. બંને હૉલિવુડ ફિલ્મ 'ધ ઇન્ટર્ન'ની હિન્દી રીમેકમાં સાથે જોવા મળશે.

 

Dhurandhar OTT Controversy: અનકટના નામે છેતરપિંડી? રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ ના OTT વર્ઝનમાં સેન્સરશિપને લઈને વિવાદ, નેટફ્લિક્સ પર ફેન્સનો રોષ
Daldal Review: કોઈ મસાલો કે શોરબકોર નથી, છતાં હચમચાવી દેશે ભૂમિ પેડનેકરની ‘દલદલ’, વાંચો સંપૂર્ણ રિવ્યુ
Kohrra Season 2 Trailer Out: પંજાબની ધુમ્મસમાં છુપાયેલા છે ખૌફનાક રહસ્યો; મોના સિંહ અને બરુણ સોબતીની જોડી ઉકેલશે મર્ડર મિસ્ટ્રી
Mardaani 3 First Review: રાની મુખર્જીનો દમદાર અંદાજ અને વિજય વર્માનો ખૌફનાક લૂક; જાણો જોવી જોઈએ કે નહીં ‘મર્દાની 3’?
Exit mobile version