ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 23 ડિસેમ્બર 2021
ગુરુવાર.
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત આજે શીખ સમુદાય પર વિવાદાસ્પદ નિવેદન આપવાના કેસમાં મુંબઈ પોલીસ સમક્ષ હાજર થઈ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંગના રનૌત આજે સવારે 11 વાગ્યાની આસપાસ પોતાનું નિવેદન નોંધવા ખાર પોલીસ સ્ટેશન પહોંચી છે.
આ પહેલા કંગનાને બુધવારે તેનું નિવેદન નોંધવા માટે મુંબઈના ખાર પોલીસ સ્ટેશન જવાનું હતું પરંતુ તે તેના અંગત કામના કારણે ત્યાં પહોંચી શકી નહોતી.
કંગના રનૌતે કથિત રીતે ખેડૂતોના આંદોલન દરમિયાન આંદોલનકારીઓને 'ખાલિસ્તાની' કહ્યા હતા. જેની સામે શીખ સંગઠનો દ્વારા કંગના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી
200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં નોરા ફતેહી બનશે સરકારી સાક્ષી, ખુલી શકે છે ઘણા રહસ્યો; જાણો વિગત
