Site icon

‘ધ બિગ પિક્ચર’ ના સ્ટેજ પર કરણ જોહર ના ડાન્સ મૂવ્સ જોઈ હસી ને લોટ પોટ થઇ કાજોલ, રણવીર સિંહે કરી આવી ટિપ્પણી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 8 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

શનિવાર 

બોલિવૂડ સ્ટાર રણવીર સિંહ તેની ફની સ્ટાઇલ માટે જાણીતો છે. બીજી તરફ કરણ જોહર અને કાજોલ પોતાની તોફાની હરકતોથી બધાને મોહિત કરી દે છે. હવે જરા વિચારો કે જો આ ત્રણેય એક જ સ્ટેજ પર જોવા મળે તો શું થશે. તો જણાવી દઈએ કે આ ત્રણેય એક જ સ્ટેજ પર જોવા મળવાના છે. તેઓ કલર પર આવનારા શો ધ બિગ પિક્ચરમાં, જેની ફિનાલે થવા જઈ રહી છે.

આ વખતે રણવીર સિંહના ટીવી ગેમ શો 'ધ બિગ પિક્ચર'માં કરણ જોહર અને કાજોલ ખાસ મહેમાન તરીકે આવવાના છે. આ શોનો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. આટલું જ નહીં, કરણ જોહરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ શોની BTS (બીહાઈન્ડ ધ સીન) પણ શેર કરી છે. જેમાં દરેક મસ્તી કરતા જોવા મળે છે. મેકર્સ દ્વારા રિલીઝ કરવામાં આવેલા પ્રોમોમાં રણવીર સિંહ કરણ અને કાજોલને એક સવાલ પૂછે છે.જ્યાં સુધી રણવીર કલાકારો ને વિકલ્પ આપે ત્યાં સુધી કાજોલ અને કરણે જવાબ આપ્યો. જવાબ ડફલી  હતો. ત્યારે રણવીર સિંહ કહે છે કે મેં હજી વિકલ્પ આપ્યો નથી, તમે જવાબ આપી દીધો. પછી કાજોલ અને કરણ હસીને કહે છે કે અમે પ્રેમમાં પડ્યા હતા.આ પછી 'ડફલી વાલે ડફલી બાજા' ગીત વાગવા લાગે છે. રણવીરના હાથમાં ડફલી જોવા મળે છે અને કરણ તેના પર ડાન્સ કરતો જોવા મળે છે. આ દરમિયાન કાજોલ ખૂબ હસે છે. ત્યારે રણવીર કહે છે કે કરણ તારામાં ટેલેન્ટ ભરેલું છે.

સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ 'હીરા મંડી'માં જોવા મળશે આ દિગ્ગ્જ અભિનેત્રી, 25 વર્ષ પછી સાથે કરશે કામ; જાણો વિગત

આ સિવાય સોનાક્ષી સિન્હા અને શત્રુઘ્ન સિંહા ધ બિગ પિક્ચરના ફિનાલેમાં જોવા મળવાના છે. તેનો પ્રોમો પણ રિલીઝ થઈ ગયો છે. પ્રોમોમાં શત્રુઘ્ન સિન્હા રણવીર સિંહની સામે ખુરશી પર બેઠેલા જોવા મળે છે, જ્યારે રણવીરનું સંપૂર્ણ ધ્યાન સોનાક્ષી સિંહા પર છે. આ દરમિયાન રણવીર સિંહ સોનાક્ષીના ડાન્સના ખૂબ વખાણ કરે છે.

 

Hardik Pandya: નતાશા સાથે છૂટાછેડા બાદ હવે આ અભિનેત્રી સાથે જોડાયું હાર્દિક પંડ્યા નું નામ, સેલ્ફી વાયરલ થતાં સોશિયલ મીડિયા પર ચર્ચા નું બજાર ગરમ
Amitabh Bachchan: 43 વર્ષ જૂની એક ભૂલ, આજે પણ ભોગવી રહ્યા છે અમિતાભ બચ્ચન, ‘કુલી’ ના સેટ પર થયેલી ઘટના બાદ બિગ બી થયા હતા આ બીમારી ના શિકાર
Munmun Dutta: એરપોર્ટ પર મુનમુન દત્તા એ તેની માતા સાથે કર્યું એવું વર્તન કે લોકો કરી રહ્યા છે તારક મહેતા ની બબીતાજી ના વખાણ
Aamir Khan: આમિર ખાન એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક અભિનેતાઓની નીતિ પર ઉઠાવ્યા સવાલ, નિર્માતાઓને આપી આવી સલાહ
Exit mobile version