Site icon

યલો એલર્ટ વચ્ચે કરણ જાેહરે દિલ્હી સરકારને કરી આ અપીલ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,1 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

શનિવાર

દિલ્હીમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. નિષ્ણાતોનો દાવો છે કે દિલ્હીમાં કોરોનાની ત્રીજી લહેરે દસ્તક આપી છે. આવી સ્થિતિમાં, કોરોનાના કેસો ઘટાડવા માટે, સરકારે વિવિધ નિયંત્રણો લાદવાનો નિર્ણય કર્યો છે.જેના કારણે 28 ડિસેમ્બરથી દિલ્હીના તમામ થિયેટર બંધ કરી દેવામાં આવ્યા છે. તેમજ, ફિલ્મ નિર્માતાઓએ તેમની ફિલ્મોની રિલીઝને સ્થગિત કરી દીધી છે.સિનેમાઘરો બંધ થવાને કારણે મલ્ટીપ્લેક્સ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ભારે અસર થઈ છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમિયાન લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે, બંને ઉદ્યોગોને ભારે નુકસાન થયું છે.તેથી જ ફિલ્મ નિર્માતા કરણ જોહરે દિલ્હી સરકારને સિનેમા હોલ ચલાવવાની મંજૂરી આપવા વિનંતી કરી છે.

દિલ્હી સરકારના આ ર્નિણય બાદ થિયેટર એસોસિએશનના લોકો મનીષ સિસોદિયા સાથે મુલાકાત કરી રહ્યા છે. ઉપરાંત  બોલિવૂડના ઘણા કલાકારો આ અંગે પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. એક દિવસ પહેલા વરુણ ધવન અને કૃતિ સેનને મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાની દિલ્હી સરકારને આ નવા નિયમ પર પુનર્વિચાર કરવા અને તેને કોરોના પ્રોટોકોલ હેઠળ મંજૂરી આપવાની અપીલને સમર્થન આપ્યું હતું.તે જ સમયે, હવે કરણ જોહરે પણ દિલ્હી સરકારને થિયેટર ખોલવાની અપીલ કરી છે. ફિલ્મ નિર્માતાએ ટ્વીટમાં લખ્યું, "અમે દિલ્હી સરકારને વિનંતી કરીએ છીએ કે સિનેમા હોલ ચલાવવાની મંજૂરી આપે.અન્ય સ્થળોની તુલનામાં, સિનેમાઘરોમાં સામાજિક અંતરની વધુ સારી વ્યવસ્થા કરી શકાય છે.

નવા કલાકારોની આ માંગથી પરેશાન છે કરણ જોહર, દિગ્દર્શકે કહી મોટી વાત; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે, દિલ્હી એક એવી જગ્યા છે જ્યાંથી બોલિવૂડની ફિલ્મો તગડી કમાણી કરે છે. હવે જાેવાનું એ રહેશે કે સરકાર આ મામલે સંતુલન સાધે છે કે કેમ..?કોરોનાની બીજી લહેર બાદ દેશભરમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. જેને કારણે કોરોના નિયમો પણ કડક કરવામાં આવ્યા છે. ઘણી જગ્યાએ નાઇટ કર્ફ્‌યુ પણ લાદવામાં આવ્યો છે. 

Varanasi Movie Cast Fees: વારાણસી’ માટે પ્રિયંકા ચોપરા એ વસુલ કરી અધધ આટલી ફી, જાણો મહેશ બાબુએ શું કરી ડીલ
Prem Chopra: ધર્મેન્દ્ર બાદ હવે પ્રેમ ચોપરા પણ થયા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, જાણો હવે કેવી છે તેમની તબિયત
Dharmendra 90th Birthday: ધર્મેન્દ્ર નો 90 મોં જન્મદિવસ હશે ખાસ, અભિનેતા ના આ દિવસ ને યાદગાર બનાવવા પરિવાર કરી રહ્યો છે આવી ખાસ તૈયારી
Sholay Re-Release: ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે…’આટલી સ્ક્રીન પર રિલીઝ થશે ‘શોલે’, જાણો ક્યારે અને ક્યાં જોશો!
Exit mobile version