Site icon

બોલિવૂડ ની આ અભિનેત્રી સાથે બિગ બોસ ના ઘર માં જવા માંગે છે કરણ જોહર- નિર્માતા એ ખુદ કર્યો ખુલાસો

News Continuous Bureau | Mumbai 

કરણ જોહર ટૂંક સમયમાં કોફી વિથ કરણની સાતમી સીઝન લઈને આવી રહ્યો છે. કરણે અગાઉ વર્ષ 2021માં બિગ બોસ ઓટીટી(Bigg boss OTT)ની પ્રથમ સીઝન હોસ્ટ કરી હતી. હવે, કોફી વિથ કરણના પ્રમોશન દરમિયાન, કરણે તેના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે બિગ બોસના ઘરની અંદર કઈ સેલિબ્રિટી (celebrity)સાથે જવા માંગે છે.

Join Our WhatsApp Community

એક ન્યૂઝ પોર્ટલ ને  આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન કરણ જોહર સાથે રેપિડ ફાયર રાઉન્ડ(rapid fire round)થયો હતો. આ દરમિયાન તેને પૂછવામાં આવ્યું કે જો તેને એક અઠવાડિયા માટે બિગ બોસના ઘરમાં જવાનો મોકો મળે તો તે કઈ સેલિબ્રિટીને સાથે લઈ જશે? આનો જવાબ કરણ જોહરે તરત જ કરીના કપૂર ખાન(Kareena kapoor khan) આપ્યો. જ્યારે તેને તેનું કારણ પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, 'તે ખૂબ જ મનોરંજક (entertainer)છે. જ્યારે તે મારી સાથે ચાલશે ત્યારે જ હું શોમાં જઈશ. તમને જણાવી દઈએ કે કરણ જોહર અને કરીના કપૂર ખાન ઘણા સારા મિત્રો (friends)છે. બંને ઘણી વખત સાથે પાર્ટી કરતા જોવા મળ્યા છે.

આ સમાચાર પણ વાંચો : ફરી એકવાર આર્યા બનીને દર્શકી ની સામે આવશે સુષ્મિતા સેન-રામ માધવાણીએ કરી પુષ્ટિ- જાણો ક્યાં અને કયારે જોવા મળશે સિરીઝ

કરણ જોહર ‘બિગ બોસ ઓટીટી’ (Bigg boss OTT2)ની બીજી સીઝન હોસ્ટ કરી રહ્યો છે તેના વિશે ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે રણવીર સિંહ આ સિઝનને હોસ્ટ કરી શકે છે. જોકે, એક મીડિયા હાઉસ  સાથેની વાતચીતમાં એક સૂત્રએ કહ્યું કે આ અહેવાલો ખોટા છે. રણવીર સિંહ હાલમાં તેની ફિલ્મોના શૂટિંગમાં(Ranveer singh busy shooting) વ્યસ્ત છે. તે પોતાની ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનો છે. આ ફિલ્મની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. હાલમાં સ્પર્ધક તરીકે કાંચી સિંહ, મહેશ શેટ્ટી, પૂજા ગૌર, પૂનમ પાંડે અને અર્જુન બિજલાનીના નામ સામે આવી રહ્યા છે.

 

Today’s Horoscope : આજનો દિવસ: ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫, સોમવાર,જાણો આપનું રાશિફળ
Urvashi Rautela and Mimi Chakraborty: ઉર્વશી રૌતેલા અને મિમી ચક્રવર્તીને ED દ્વારા પાઠવવામાં આવ્યા સમન, જાણો શું છે સમગ્ર મામલો
Kartik-Ananya: કાર્તિક-અનન્યાની ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી ના રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, બંને એ તેમના સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી
Aamir Khan: આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ ફિલ્મે યુટ્યુબ થી કરી આટલા ગણી વધુ કમાણી, હવે ઓટિટિ માટે છે તૈયાર અભિનેતા
Exit mobile version