Site icon News Continuous Bureau | Mumbai

કરીનાએ તેના બીજા દીકરાનું નામ જહાંગીર રાખ્યું, સોશિયલ મીડિયા પર થઈ ટ્રૉલ, સેફ અલી ખાનની બહેન બચાવમાં આગળ આવી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 11 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

બૉલિવુડ ઍક્ટ્રેસ કરીના કપૂર ખાન તેના પહેલા દીકરા તૈમુરના નામને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રૉલ થઈ હતી અને હવે તે તેના બીજા દીકરા નામને લઈને પણ ટ્રૉલ થઈ રહી છે. હાલમાં જ કરીનાની બુક કરીના કપૂર પ્રેગ્નન્સી બાઇબલમાં આ વાતનો ખુલાસો થઈ ગયો છે કે કરીનાના બીજા દીકરાનું નામ શું છે. વાત એમ છે કે કરીના કપૂર ખાન અત્યાર સુધી તેના બીજા દીકરાનું નામ જણાવતી ન હતી. તેના દીકરાનું હુલામણું નામ જેહ બતાવ્યું હતું, જેનાથી કોઈને આપત્તિ ન હતી. જોકે હવે કરીનાની બુકમાં સામે આવ્યું છે કે કરીનાએ તેના બીજા દીકરાનું નામ જહાંગીર રાખ્યું છે. જેને કારણે તે સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રૉલ થઈ રહી છે. હવે સેફ અલી ખાનની બહેન સબા અલી ખાન કરીનાના બચાવમાં આગળ આવી છે. તેણે ટ્રૉલ્સને પૂછ્યું કે નામમાં શું રાખ્યું છે?

ગોલ્ડન બૉય નીરજ ચોપરા ઉપર બાયોપિક બનાવવાની ચર્ચા જોરમાં, નીરજને કયો બૉલિવુડ ઍક્ટર પસંદ છે પોતાના પાત્ર માટે; જાણો વિગત

સબા અલી ખાને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટો શૅર કર્યો છે. ફોટોમાં લખ્યું છે કે નામમાં શું રાખ્યું છે? પ્રેમ કરો, જીવો અને જવા દો. બાળકો ભગવાનના આશીર્વાદ હોય છે. સબા અલી ખાનને તેની ફૅમિલી સાથે સારું બૉન્ડિંગ છે.

Mirzapur The Movie ‘મિર્ઝાપુર ધ મૂવી’ ને સેન્સર બોર્ડ તરફથી મળ્યું ‘A’ સર્ટિફિકેટ, ૩ કલાક ૧૭ મિનિટ છે ફિલ્મનો રનટાઇમ…
Mirzapur The Movie Advance Booking રિલીઝ પહેલાં જ ‘મિર્ઝાપુર ધ મૂર્વી’ ફિલ્મની જબરદસ્ત કમાણી, એડવાન્સ બુકિંગમાં વેચાયા હજારો ટિકિટો
Govinda Rise And Fall 2 ‘રાઈઝ એન્ડ ફોલ ૨’ શોમાં અભિનેતા ગોવિંદાની એન્ટ્રીની ચર્ચા, હોસ્ટ નહીં પરંતુ સ્પર્ધક તરીકે લેશે ભાગ
Salman Khan Bigg Boss 20 Fee બિગ બોસ ૨૦ માટે સલમાન ખાનને મળશે તગડી ફી, આંકડો જાણીને આંખો થઈ જશે પહોળી
Exit mobile version