Site icon

શું ભૂલ ભુલૈયા 2 ની સફળતા બાદ કાર્તિક આર્યને પોતાની ફીમાં કર્યો વધારો અભિનેતાએ જણાવી હકીકત

 News Continuous Bureau | Mumbai 

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન (Kartik Aryan)આજકાલ તેની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2'ની સફળતાનો (Bhool bhulaiya 2v success)આનંદ માણી રહ્યો છે. આ ફિલ્મ 20 એપ્રિલના રોજ રીલિઝ થઈ હતી અને 10 દિવસમાં જ ફિલ્મે 120 કરોડથી વધુનું કલેક્શન કરી લીધું છે, ત્યારબાદ એવા અહેવાલો છે કે ફિલ્મની સફળતા બાદ કાર્તિક આર્યને  પોતાની ફી વધારી (Kartik Aryan increased fees)દીધી છે. પરંતુ કાર્તિક આર્યને પણ આ રિપોર્ટ પર પ્રતિક્રિયા આપી છે. આ અંગે અભિનેતાએ એક ફની ટ્વિટ (tweet)કર્યું છે.

Join Our WhatsApp Community

વાસ્તવમાં, એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કાર્તિક આર્યને 'ભૂલ ભુલૈયા 2'ની સફળતા બાદ તેની ફી વધારી દીધી છે. એટલે કે,  અભિનેતા એક ફિલ્મ માટે 15 થી 20 કરોડ રૂપિયા લેતો હતો. પરંતુ હવે કાર્તિક એક ફિલ્મ માટે વધુ ફી લેવા જઈ રહ્યો છે. રિપોર્ટ અનુસાર, કાર્તિક આર્યનએ પોતાની ફી 35 થી વધારીને 40 કરોડ કરી દીધી છે.આ અહેવાલ સામે આવ્યા પછી, કાર્તિક આર્યનએ એક ટ્વીટ (Kartik Aryan tweet) કર્યું છે, જેમાં અભિનેતાએ સોશિયલ મીડિયા પર વાયરલ આ સમાચાર પર રમૂજી રીતે પ્રતિક્રિયા આપી છે. અભિનેતાએ લખ્યું, 'જીવનમાં પ્રમોશન થયું છે, (promotion)ઇન્ક્રીમેન્ટ (Increment)નહીં.' કાર્તિક આર્યનના આ ટ્વીટએ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ અહેવાલને ખોટો સાબિત કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : કોલંબિયાની આ મશહૂર ગાયિકા પર લાગ્યો 14.5 કરોડ યુરોની ટેક્સ છેતરપિંડીનો આરોપ,કરવો પડશે ટ્રાયલનો સામનો

ફિલ્મ વિશે વાત કરીએ તો, 'ભૂલ ભૂલૈયા 2' એક કોમેડી-હોરર(comedy horror film) ફિલ્મ છે, જેમાં કાર્તિક આર્યન સિવાય કિયારા અડવાણી, તબ્બુ અને રાજપાલ યાદવે શાનદાર અભિનય કર્યો છે. આ ફિલ્મનું નિર્દેશન અનીસ બઝમીએ કર્યું (Anis Bazmi)છે. 'ભૂલ ભુલૈયા 2'ની સફળતા બાદ હવે તેની સિક્વલની પણ ચર્ચા ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર આવા ઘણા અહેવાલો આવ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ફિલ્મની સિક્વલ પર કામ ટૂંક સમયમાં શરૂ થશે.

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version