Site icon

કરણ અને અર્જુન પિક્ચર માં કિરદાર કરનારી આ અભિનેત્રી આજે બની ગઈ છે ખેડૂત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 25 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

શનિવાર

70-80ના દાયકામાં ઘણી અભિનેત્રીઓ હતી જેમને તેમના કામને કારણે ઘણું નામ મળ્યું. તેમાંથી એકનું નામ રાખી ગુલઝાર પણ છે. જેમણે ‘કભી કભી’, શર્મીલી’, ‘લાલ પત્થર’, ‘હીરા પન્ના’, ‘દુસરા આદમી’ જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. પરંતુ આજે તેઓ ક્યાં છે, શું કરી રહ્યાં છે તે તમે જાણો છો?

ફિલ્મોથી સંપૂર્ણપણે દૂર રહેતી રાખી મુંબઈના પનવેલમાં તેના ફાર્મહાઉસમાં સમય પસાર કરી રહી છે, તે મનોહર સ્થળોએ રહેવાનું પસંદ કરે છે. અભિનેત્રી રાખીને ખેતી કરવાનું પસંદ છે. તેથી તે દિવસનો મોટા ભાગનો સમય ઘરની આસપાસની નાની જગ્યામાં શાકભાજી ઉગાડવામાં, તેમની સંભાળ રાખવા, તેમ જ પાળતુ પ્રાણી ઉછેરવામાં વિતાવે છે.. અને મુંબઈના પ્રદૂષિત વાતાવરણથી દૂર, તે પોતાનું જીવન પ્રકૃતિની નિકટતામાં જીવી રહી છે. 73 વર્ષની થઈ ગયેલી રાખીને આજે ઓળખવી મુશ્કેલ છે.

રાખીએ 1973માં પ્રખ્યાત ગીતકાર ગુલઝાર સાથે લગ્ન કર્યાં, પરંતુ આ લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યાં નહીં અને તેમના માર્ગો અલગ થઈ ગયા. ખાસ વાત એ છે કે આજ સુધી બંનેએ એકબીજાથી છૂટાછેડા લીધા નથી અને તેઓ પરસ્પર સમજણથી અલગ રહી રહ્યા છે. તેમના સંબંધોમાં અણબનાવનાં ઘણાં કારણો છે, જોકે બંનેએ ક્યારેય તેમના સંબંધો વિશે ખુલ્લેઆમ વાત કરી નથી. પરંતુ મીડિયા અહેવાલો અનુસાર, ગુલઝારની રાખી પ્રત્યેની વર્તણૂક અને ગુલઝારની અનિચ્છા હોવા છતાં ફિલ્મોમાં રાખીનું કામ તેમના સંબંધોમાં તિરાડ ઊભી કરી.

અમિતાભ બચ્ચન એક નાના કલાકાર ને પગે લાગ્યો. આ છે કારણ; ફોટોગ્રાફ વાયરલ થયો

Alia Bhatt BAFTA: વિદેશી ધરતી પર ગુંજ્યો હિન્દીનો નાદ! આલિયા ભટ્ટે BAFTA સ્ટેજ પર ‘નમસ્કાર’ કહીને જીત્યા લાખોના દિલ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ફિદા
Amitabh Bachchan: અમિતાભ બચ્ચને વર્ષો જૂની ‘જલસા’ની પરંપરા તોડી!આ રવિવારે ચાહકોને નહીં મળે બિગ બી; બ્લોગ પર ભાવુક પોસ્ટ શેર કરી જણાવ્યું કારણ
Dhurandhar Movie Scene: ‘ધુરંધર’ના સેટ પર ભાવુક પળો: અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ એક સીન બાદ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા
Malaika Arora Harsh Mehta: મલાઈકા અરોરાને ફરી મળ્યો પ્રેમ? અર્જુન સાથેના બ્રેકઅપ બાદ હવે કરોડપતિ બિઝનેસમેન સાથે જોડાયું નામ; જાણો કોણ છે હર્ષ મહેતા
Exit mobile version