ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ,15 એપ્રિલ 2021.
ગુરુવાર.
કોરોના વાયરસે ફરી એકવાર માથું ઉંચકતા રાજ્ય સરકારે કડક પ્રતિબંધ લાદી દીધા છે. જેના પગલે મુંબઈમાં બોલિવૂડ ફિલ્મ્સ તથા ટીવી શોનું શૂટિંગ 30 એપ્રિલ સુધી અટકાવી દેવામાં આવ્યું છે. અસિત મોદીએ શૂટિંગ બંધ થવા પર, બહાર જઈને શૂટિંગ કરવા પર મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, શૂટિંગ માટે બહાર જવાની કોઈ પોસિબિલિટી અમે વિચારી નહોતી, કારણ કે 3-4 દિવસ પહેલાં જે માર્ગ્દર્શિકા આવી હતી, તેનાથી એવું નહોતું લાગી રહ્યું કે શૂટિંગ રોકાઈ જશે. કારણ કે, તેમાં સેટ પર રહેલાં લોકોનું RT-PCR ટેસ્ટ કરવાનું હતું. તો અમે એવું જ કર્યું જેમાં 4 લોકો પોઝિટિવ આવ્યા. આ લોકોને અમે હોમ ક્વોરન્ટાઈન કર્યા છે. જેમાં ગોલીનો રોલ ભજવનાર કુશ શાહ અને પ્રોડક્શનના લોકો છે.
શૂટિંગ રોકાવા પર અસિત મોદીએ કહ્યું- પહેલાં એવી ગાઈડલાઈન હતી કે તમામને RT-PCR ટેસ્ટ નેગેટિવ આવવા પર શૂટ કરવાની પરવાનગી મળશે. પરંતુ હવે તો પંદર દિવસ માટે શૂટિંગ જ બંધ થઈ ગયું છે. અમે વિચાર્યું હતું કે શૂટિંગની પરવાનગી મળશે તો અમે બાયો બબલ ક્રિએટ કરીને શૂટ ચાલુ રાખી શકીશુ. કારણ કે એન્ટરટેનમેન્ટ જ લોકોને તણાવથી બચાવે છે. જોકે, હું સરકારની વાતથી પણ સહેમત છું, કારણ કે સેફ્ટી સૌથી પહેલાં આવે છે.
કરીના કપૂર નું બેડરુમ સિકરેટ બહાર આવ્યું. સુતા પહેલા આ ત્રણ વસ્તુ જોઈએ જ… નહીં તો નહીં ચાલે…
અસિત મોદીએ વધુમાં કહ્યું, અમે બહાર જઈને શૂટિંગ કરવાનો હજી કોઈ પ્લાન બનાવ્યો નથી. પરંતુ પછી વિચારવું પડશે કે શું કરીએ, કારણ કે આર્ટિસ્ટ અને પ્રોડક્શનવાળાઓની સંમતિ હોવી જોઈએ અને સૌથી પહેલાં સેફ્ટી જરૂરી છે. બહાર જવાનો ઓપ્શન સારો છે પરંતુ એ પણ વિચારીને નિર્ણય લેવો પડશે. કારણ કે વર્કર્સ ડેઈલી વેજિસ પર છે તો તેમને ઘણું નુકસાન થશે. હાલ અમારી પાસે માત્ર 1 સપ્તાહના એપિસોડ્સ છે.