Site icon News Continuous Bureau | Mumbai

સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરની હાલતમાં સુધારો, છતાં હજુ પણ રહેશે ડોક્ટરોની દેખરેખમાં; જાણો હાલ કેવી છે તેમની તબિયત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,28 જાન્યુઆરી 2022         

Join Our WhatsApp Channel

શુક્રવાર.

સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરનું સ્વાસ્થ્ય સુધરે તે માટે દેશભરના ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે. લતા મંગેશકર તાજેતરમાં જ કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા હતા ત્યાર પછી તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી લતા મંગેશકર ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. તેવામાં લતા મંગેશકરના સત્તાવાર ટ્વિટર પરથી એક પોસ્ટ સામે આવી છે, જેમાં ચાહકોને લતા દીદીના સ્વાસ્થ્ય વિશે જાણકારી આપવામાં આવી છે. 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરેલી પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સમયે લતા મંગેશકરની તબિયત માં સુધારો થઈ રહ્યો છે, પરંતુ ડોક્ટર હજુ પણ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે. લતા દીદી બ્રીચ કેન્ડી હોસ્પિટલ માં આઇસીયુમાં સારવાર લઈ રહ્યાં છે. આજે સવારે ટ્રાયલ રૂપે તેમનું વેન્ટિલેટર હટાવી લેવામાં આવ્યું છે. હાલમાં તેમની તબિયત સુધારા પર છે, પણ તેમને ડૉક્ટર પ્રતીત સમદાનીની આગેવાની હેઠળ ડૉક્ટરોની ટીમના ઑબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે. લતા દીદી માટે પ્રાર્થના કરનારા અને તેમના સારા સ્વાસ્થ્યની શુભકામના કરનારા સૌનો અમે આભાર માનીએ છીએ.

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી ની મુશ્કેલીઓ વધી, ભગવાન પર વિવાદાસ્પદ નિવેદન આપીને એક્ટ્રેસ ફસાઈ, અભિનેત્રી વિરૃદ્ધ નોંધાઈ FIR; જાણો સમગ્ર મામલો

ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે લતા મંગેશકરની હાલત કથળતી હોવાના સમાચાર સામે આવ્યા હતા. જો કે તેમના પ્રવક્તાએ આ સમાચારને ખોટા ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ખોટા સમાચાર ફેલાવાથી લોકો હેરાન થાય છે. દીદીની હાલત સ્થિર છે મહેરબાની કરી પ્રાર્થના કરો કે તે સ્વસ્થ થઇ જલ્દી ધરે પરત ફરે…

Riteish Deshmukh CM Son Tag Riteish Deshmukh CM Son Tag Lock Upp 2 ‘મુખ્યમંત્રીના પુત્ર’ નું ટેગ હટાવવામાં ૨૩ વર્ષ લાગ્યા, ‘લોક અપ ૨’ ના સેટ પર ભાવુક થયા રિતેશ દેશમુખ, કરિયરના સંઘર્ષ પર મોટો ખુલાસો
Dhamaal 4 Advance Booking અજય દેવગનની ‘ધમાલ 4’ ની એડવાન્સ બુકિંગ શરૂ, જાણો રિલીઝ પહેલાં જ ફિલ્મ કેટલા કરોડ કમાઈ ગઈ!
Shailesh Lodha Daughter Wedding શૈલેષ લોઢાની પુત્રીના ભવ્ય લગ્ન, સીએમથી લઈને અનેક VIP સિતારાઓ પહોંચ્યા, પણ ક્યાં ગાયબ રહી ‘તારક મહેતા’ની ટીમ?
Urvashi Dholakia Son Car Accident મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે ઉર્વશી ધોળકિયાના પુત્રની કાર પર પડ્યું ઝાડ, મોટી દુર્ઘટના ટળી
Exit mobile version