Site icon

કોરોના જ નહીં વધુ એક બીમારી સામે ઝઝૂમી રહ્યા છે ‘લતા દીદી’, હજુ આટલા દિવસ સુધી નહીં મળે હોસ્પિટલમાંથી રજા; જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,12 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

બુધવાર. 

ભારતરત્ન સહિતના એવોર્ડથી નવાજિત થયેલા કોકિલકંઠી ગાયિકા લતા મંગેશકર હાલમાં માત્ર કોરોના વાયરસ જ નહીં પરંતુ અન્ય એક બીમારી સાથે પણ યુદ્ધ લડી રહ્યા છે. કોરોના પોઝિટિવ હોવાની સાથે લતા દીદીને ન્યુમોનિયા પણ થયો છે. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ડોકટરોની ટીમ તેમની સારવાર કરી રહી છે. 

લિજેન્ડરી સિંગર લતા મંગેશકર હાલ કોરોનાને કારણે ICUમાં દાખલ છે. તેમની હાલત પહેલા કરતાં સુધરી રહી છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર લતા મંગેશકર હવે 10-12 દિવસ ડોક્ટરોની દેખરેખમાં રહેશે. રિપોર્ટ્સ અનુસાર, 92 વર્ષીય લતા મંગેશકર ઉંમરને કારણે અન્ય ઘણી સમસ્યાઓથી પણ પરેશાન છે, જેના કારણે ડોક્ટર્સ તેમની ખાસ કાળજી લઈ રહ્યા છે. 

શું મુંબઈમાં ત્રીજી લહેર નિયંત્રણમાં આવી રહી છે? BMC કમિશનર ઈકબાલસિંહ ચહલે કહી દીધી આ મોટી વાત; જાણો વિગત

લતા મંગેશકરના ભત્રીજી રચના શાહનુ કહેવુ છે કે, તેમને કોરોનાના હળવા લક્ષણો છે પણ તેમની વય 92 વર્ષ હોવાથી ડોકટરોએ સલાહ આપી છે કે, તેમને આઈસીયુમાં રાખવા જોઈએ. તેમને દેખભાળની જરુર છે અને કોઈ ચાન્સ લેવા માંગતા નથી. પરિવારના સભ્યો તરીકે અમે ચોવીસ કલાક તેમની તબિયત પર નજર રહે તેવું ઈચ્છીએ છીએ.

ઉલ્લેખનીય છે કે, 13 વર્ષથી પોતાની સિંગિંગ કેરિયર શરૂ કરનારા લતાજી ભારતીય ભાષાઓમાં 30000થી વધારે ગીતો ગાઈ ચુકયા છે.

Zareen Khan Death: બોલિવૂડમાં શોકનું મોજું: અભિનેતા સંજય ખાનના પત્ની ઝરીન ખાનનું ૮૧ વર્ષની ઉંમરે નિધન
Katrina Kaif: કેટરિના કૈફ અને વિકી કૌશલ બન્યા માતા-પિતા, કપલ ના ઘરે થયું નાના મહેમાન નું આગમન
Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા’ના ‘સોઢી’ બન્યા બિઝનેસમેન! ટીવી છોડવાનું કારણ જણાવ્યું, ક્યારે કરશે શોમાં વાપસી?
Dil To Pagal Hai Awards: ૬ અભિનેત્રીઓએ રિજેક્ટ કરેલી શાહરુખની ‘દિલ તો પાગલ હૈ’ એ જીત્યા ૩ નેશનલ અને અધધ આટલા ફિલ્મફેર એવોર્ડ!
Exit mobile version