Site icon News Continuous Bureau | Mumbai

ટીવી અભિનેત્રી તથા આ પ્રખ્યાત અભિનેતાની પત્નીને મળી રેપની ધમકી, મુંબઈ પોલીસની માંગી મદદ; જાણો શું છે સમગ્ર મામલો

News Continuous Bureau | Mumbai

ટીવીની જાણીતી અભિનેત્રી (TV actress)અને અભિનેતા જય ભાનુશાળીની (Jay Bhanushali wife) પત્ની માહી વિજે  (Mahi Vij)સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો શેર (Social media video)કર્યો છે. વીડિયોની સાથે માહીએ જણાવ્યું કે, ગત દિવસે એક અજાણી વ્યક્તિએ તેની કારને ટક્કર (Car accident) મારી અને પછી તેની સાથે ગેરવર્તન કરવાનું શરૂ કર્યું. તેણે અભિનેત્રીને રેપની ધમકી (Rape threat)પણ આપી હતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: સોનાક્ષી સિન્હા સાથે ના અફેરના સમાચાર પર ઝહીર ઈકબાલે તોડ્યું મૌન, કહી આ વાત

માહી વિજે તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ (Mahi Vij tweeter) પર આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે તે અજાણ્યા વ્યક્તિની કારનો નંબર રેકોર્ડ કરીને શેર કર્યો છે. વીડિયોમાં એક મહિલા અને પુરુષને મરાઠીમાં (Marathi language) વાત કરતા પણ સાંભળી શકાય છે. વીડિયો ટ્વીટ કરતી વખતે માહીએ લખ્યું, 'આ વ્યક્તિએ મારી કારને ટક્કર (car accident) મારી, મારી સાથે દુર્વ્યવહાર કર્યો અને મને રેપની ધમકી પણ આપી. તેની પત્ની પણ આક્રમક બની ગઈ હતી અને તેના પતિને તેને છોડી દેવા કહ્યું હતું.

અભિનેત્રીએ આ ટ્વીટમાં મુંબઈ પોલીસને (Tag to Mumbai police)આગળ ટેગ કરીને તેમની મદદ માંગી અને લખ્યું, 'આ વ્યક્તિને શોધવામાં મદદ કરો જે અમારા માટે ખતરો છે.' મુંબઈ પોલીસે (Mumbai police)માહીના ટ્વીટનો જવાબ (Tweet answer) આપતા કહ્યું, 'તમે નજીકના પોલીસ સ્ટેશનમાં જાઓ અને તમારી ફરિયાદ નોંધાવો.' થોડા કલાકો પછી, માહીએ મુંબઈ પોલીસના આ ટ્વીટનો જવાબ આપતા કહ્યું કે તે વરલી સ્ટેશન (worli police station) ગઈ હતી, જ્યાં તેને તે વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી.

માહી વિજ  (Mahi Vij) ઘણા સમયથી એક્ટિંગની દુનિયાથી દૂર છે પરંતુ તે સોશિયલ મીડિયા (social media)પર ઘણી એક્ટિવ રહે છે. આવી સ્થિતિમાં તેમનું ટ્વિટ તરત જ વાયરલ (tweet viral) થઈ ગયું. માહી સાથેની આ ઘટના પર ઘણા યુઝર્સે પ્રતિક્રિયા(users reaction)આપી અને તેમને આને હળવાશથી ન લેવાની સલાહ આપી. એક ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા માહીએ કહ્યું કે તે સમયે તેની પુત્રી તારા પણ કારમાં હાજર હતી અને તેનાથી તે વધુ પરેશાન થઈ ગઈ હતી.

Amitabh Bachchan Life Reflection અમિતાભ બચ્ચને જીવનની વાસ્તવિકતા અને વિડંબના પર શેર કરી ભાવનાત્મક નોંધ કહ્યું, ‘મેં માંગ્યું તો હતું, પણ આટલું બધું નહીં!’
Ranbir Kapoor Ramayana Box Office રણબીર કપૂરની રામાયણનો સાઉથમાં વાગ્યો ડંકો રિલીઝ પહેલા જ વર્લ્ડવાઈડ પ્રીસેલ અને બઝે વટાવ્યો ૧,૧૧૧ કરોડનો આંકડો
Koffee With Karan Season 9 શું કોમેડિયન સમય રૈના ‘કોફી વિથ કરણ 9’ ના કાઉચ પર નજર આવશે? શોમાં એન્ટ્રીને લઈને આપ્યો મોટો સંકેત
Kangana Ranaut FIR પંગા કવીન કંગના રનૌત ફરી વિવાદમાં, ગાંધી પરિવાર પરની પોસ્ટ મામલે શિમલામાં FIR દાખલ
Exit mobile version