Site icon

રાજ કુન્દ્રાને ખુલ્લી પાડતી મહિલાઓની યાદીમાં વધુ એક નામ જોડાયું, કુન્દ્રાની ઍપને કારણે ઝારખંડની એક મહિલાના થયેલા છૂટાછેડા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 26 જુલાઈ, 2021

Join Our WhatsApp Community

સોમવાર

શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમૅન રાજ કુન્દ્રા વિશે  દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. રાજ કુન્દ્રાની ધરપકડ બાદ મૉડલ અને અભિનેત્રી સાગરિકા શોના તથા પૂનમ પાંડેએ રાજ કુન્દ્રા વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. હવે રાજ કુન્દ્રાને ખુલ્લી પાડતી મહિલાઓની યાદીમાં બીજું નામ જોડવામાં આવ્યું છે. મૉડલનો આરોપ છે કે તેને રાજ કુન્દ્રાની હૉટ શૉટ ઍપ માટે ન્યૂડ શૂટ ઑફર કરવામાં આવી હતી. આ મૉડલનું નામ નિકિતા ફ્લોરા સિંહ છે.

નિકિતાએ આરોપ લગાવ્યો છે કે રાજ કુન્દ્રાની ઍપ માટે ન્યૂડ શૂટ કરવા માટે દરરોજ 25 હજાર રૂપિયાની ઑફર કરવામાં આવતી હતી. નિકિતા ફ્લોરાએ એક ટ્વિટ દ્વારા રાજ કુન્દ્રા પર આરોપ લગાવ્યા છે. નિકિતાએ પોતાની ટ્વીટમાં લખ્યું છે કે ઉમેશ કામત દ્વારા 2020માં રાજ કુન્દ્રા હૉટ શૉટ ઍપ માટે ન્યૂડ શૂટ કરવાનું કહ્યું હતુ, પરંતુ મેં ના પાડી. મને દરરોજ 25,000 રૂપિયાની ઓફર તેણે કરેલી. ભગવાનનો આભાર કે હું રાજ કુન્દ્રા જેવા મોટા નામના ચક્કરમાં ન પડી.

કરોડોની લેણદેણની પૉર્ન ફિલ્મના છેડા કાનપુર સુધી લંબાયેલા, મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ કાનપુર પહોંચી, પૉર્ન ઍપના સબસ્ક્રાઇબર વધારવાનું કામ લાગતાવળગતાઓને સોંપવામાં આવ્યું હતું; જાણો વિગત

આ સાથે જ નિકિતાએ ખુલાસો કર્યો છે કે રાજ કુન્દ્રાની હૉટ શૉટ ઍપના શૂટિંગને કારણે ઝારખંડની એક મહિલાને તેના પતિ દ્વારા છૂટાછેડા અપાયા હતા.

Archana Puran Singh: અર્ચના પુરણ સિંહ ગંભીર બીમારીનો શિકાર, પુત્રએ સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ
Cheekatilo Trailer Released: શોભિતા ધુલીપાલાનો નવો ખતરનાક અંદાજ! ‘ચીકાટિલો’ માં પોડકાસ્ટર બની ઉકેલશે સીરીયલ કિલરના રહસ્ય, જુઓ હૃદયના ધબકારા વધારતું ટ્રેલર
Indian Idol 3 Winner Prashant Tamang Passes Away: પહાડોનો અવાજ શાંત થયો! પ્રશાંત તમાંગના નિધનથી દેશભરમાં શોક, પત્નીએ ખોલ્યું સિંગરના અચાનક વિદાયનું રહસ્ય
Toxic: યશની ‘ટોક્સિક’ ના ટીઝરથી મચ્યો હંગામો! બોલ્ડ સીન્સ જોઈ મહિલાઓ લાલઘૂમ, પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો મામલો
Exit mobile version