Site icon

શું મુનવ્વર ફારૂકી ‘ખતરો કે ખિલાડી 12’માં હિસ્સો લેશે? ‘લોક અપ’ વિજેતાએ જણાવી હકીકત

News Continuous Bureau | Mumbai

કંગના રનૌત રિયાલિટી શો 'લોક અપ' ના (lock-upp winner))વિજેતા બન્યા બાદ મુનાવર ફારુકીની (Munawar Faruqui) લોકપ્રિયતા વધી છે. જ્યારે મુનવ્વર 'લોક અપ' નો ભાગ હતો, ત્યારે ઘણા મીડિયા અહેવાલોએ દાવો કર્યો હતો કે તે ખૂબ જ જલ્દી શો 'ખતરો કે ખિલાડી 12' (Khatron ke Khiladi-12) માં જોવા મળશે. હવે મુનવ્વર ફારૂકીએ આ અંગે પોતાનું મૌન તોડ્યું છે.

Join Our WhatsApp Community

રોહિત શેટ્ટીના (Rohit Shetty) સ્ટંટ આધારિત રિયાલિટી શો 'ખતરોં કે ખિલાડી 12'માં અત્યાર સુધીમાં ઘણી સેલિબ્રિટીઝના નામ કન્ફર્મ (celebrity confirm) થઇ ચૂક્યા છે. કેટલાક સ્પર્ધકોએ પોતાને જાહેર કર્યા છે . એક ન્યૂઝ વેબસાઈટ સાથે વાત કરતા, મુનવ્વરે શોમાં ભાગ લેવા પર કહ્યું કે તે હજુ સુધી આ વિશે જાણતો નથી.મુનવ્વરે કહ્યું, 'મને ખબર નથી કે ટીમે બહાર શું ખીચડી પકાવી છે. હું ખરેખર આ વિશે કંઈ જાણતો નથી. મને લાગે છે કે તમને  મારા કરતા પહેલાં જ ખબર પડશે.'' મુનવ્વરે કહ્યું કે તે આ બધાથી અજાણ છે. એવું પણ બની શકે છે કે અત્યારે તે આ વાતને ગુપ્ત રાખવા માંગે છે. જો કે તે 'ખતરો કે ખિલાડી'માં (Khatron ke khiladi participate) ભાગ લેશે કે કેમ તે આગામી દિવસોમાં કન્ફર્મ થશે.

આ સમાચાર પણ વાંચો: શું અનુરાગ બાસુની આગામી ફિલ્મમાં સાથે કામ કરશે આમિર ખાન અને રણબીર કપૂર!! દિગ્દર્શકે કહી હકીકત

'લોકઅપ'ની (Lock-upp) પ્રથમ સિઝન જીતીને મુનવ્વર ફારૂકીનું (munawar faruqui)નસીબ ખુલી ગયું છે. તેને 20 લાખ રૂપિયાનું રોકડ ઇનામ, એક નવી કાર અને પ્રાયોજિત ઇટાલી ટ્રીપ મળી છે. એવી પણ ચર્ચા છે કે તે અંજલિ અરોરા સાથે મ્યુઝિક વીડિયોમાં (music video) જોવા મળી શકે છે. જો કે આ પ્રોજેક્ટ હજુ પ્રાથમિક તબક્કામાં છે.

Urvashi Rautela and Mimi Chakraborty: ઉર્વશી રૌતેલા અને મિમી ચક્રવર્તીને ED દ્વારા પાઠવવામાં આવ્યા સમન, જાણો શું છે સમગ્ર મામલો
Kartik-Ananya: કાર્તિક-અનન્યાની ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી ના રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, બંને એ તેમના સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી
Aamir Khan: આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ ફિલ્મે યુટ્યુબ થી કરી આટલા ગણી વધુ કમાણી, હવે ઓટિટિ માટે છે તૈયાર અભિનેતા
Ankita Lokhande: અંકિતા લોખંડેના પતિ વિકી જૈન ના હાથમાં લાગ્યા 45 ટાંકા, ઇમોશનલ થઈને શેર કર્યો ભાવનાત્મક સંદેશ
Exit mobile version