Site icon

આ હસીના બનશે ‘નાગીન’ ની નાગરાણી ! સલમાન ખાન સાથે છે ગાઢ સંબંધ; જાણો તે અભિનેત્રી કોણ છે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 17 નવેમ્બર  2021 

Join Our WhatsApp Community

બુધવાર

જો તમે એકતા કપૂરના શો 'નાગિન'ના મોટા ફેન છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. આ શો ટૂંક સમયમાં પડદા પર દસ્તક આપવા જઈ રહ્યો છે અને આ વખતે એક નવી અભિનેત્રી નાગિન બનીને લોકોનું મનોરંજન કરવા જઈ રહી છે. આ અભિનેત્રીએ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે તેમજ 'બિગ બોસ' અને ખતરોં કે ખિલાડી જેવા રિયાલિટી શોનો ભાગ પણ રહી ચુકી છે.

એકતા કપૂરના આગામી શો નાગિન 6’ ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. નાગિન 6’ ની જાહેરાત થઈ ત્યારથી જ લોકો અનુમાન લગાવી રહ્યા છે કે આખરે કઈ સુંદરી આ વખતે નાગરાણી બનીને બધાના દિલો પર રાજ કરશે? જો તાજેતરના સૂત્રોનું માનીએ તો અભિનેત્રી મહેક ચહલ નાગિન 6’ માં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. મહેક છેલ્લે રોહિત શેટ્ટીના રિયાલિટી શો 'ખતરોં કે ખિલાડી 11'માં જોવા મળી હતી. એક મીડિયા હાઉસ ના રિપોર્ટ અનુસાર, એકતા કપૂર ટૂંક સમયમાં મહેક ચહલના નામ પર મહોર લગાવવા જઈ રહી છે. થોડા દિવસો પહેલા એકતા કપૂર ટીવીના વિવાદાસ્પદ શો 'બિગ બોસ 15'માં પહોંચી હતી. આ દરમિયાન એકતા કપૂરે જાહેરાત કરી હતી કે તે જાન્યુઆરી 2022માં નાગિન 6 લોન્ચ કરવા જઈ રહી છે. આ સાથે એકતાએ ઈશારામાં એમ પણ કહ્યું હતું કે શોની એક હિરોઈનનું નામ એમથી શરુ થાય છે, જેને સલમાન ખાન પણ સારી રીતે જાણે છે.

પ્રિયંકા ચોપરા ફિલ્મ 'ફેશન'માં કામ કરવા માંગતી ન હતી, નિર્દેશકે આપી હતી આવી 'ધમકી' જેના કારણે અભિનેત્રીએ બદલવો પડ્યો નિર્ણય; જાણો વિગત

એકતા કપૂરની જાહેરાત બાદ લોકો અનુમાન લગાવી રહ્યા હતા કે મહિમા મકવાણાની એન્ટ્રી 'નાગિન 6'માં થશે. કેટલાક લોકોને એવું પણ લાગ્યું કે એકતા કપૂર ફરી એકવાર મૌની રોયને નાગિન બનાવીને લોકોને સરપ્રાઈઝ કરવા જઈ રહી છે. પરંતુ હવે આ સમાચાર પરથી લાગી રહ્યું છે કે આ વખતે એકતા કપૂર અલગ જ સરપ્રાઈઝ આપવા જઈ રહી છે.

Krrish 4: ક્રિશ 4 ને લઈને રાકેશ રોશને કર્યો ખુલાસો, જાણો ક્યારે રિલીઝ થશે રિતિક રોશન ની ફિલ્મ
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી સાસ ભી કભી બહુ થી માં વધશે પરી ની મુશ્કેલી, શો માં થવા જઈ રહી છે નવી એન્ટ્રી
Rupali Ganguly: ‘અનુપમા’ ની રૂપાલી ગાંગુલી પર ‘ટોક્સિક’ હોવાનો આરોપ! પ્રોડ્યુસર રાજન શાહીએ જણાવી હકીકત
‘The Bads of Bollywood’ Trailer: ધ બેડસ ઓફ બોલિવૂડ નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, આર્યન ખાન ની ડિરેક્ટોરિયલ ડેબ્યુ સિરીઝ માં જોવા મળી બોલીવૂડના ચમકતા ચહેરાઓની ઝલક
Exit mobile version