Site icon

બોલિવૂડમાં પોતાનો જાદુ ચલાવ્યા બાદ હવે હોલીવુડમાં પણ ચાલશે આ અભિનેતા નો સિક્કો, અમેરિકન-ઈન્ડી ફિલ્મમાં કરશે લીડ રોલ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડના મલ્ટી ટેલેન્ટેડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીને(Nawazuddin siddique) આજે કોણ નથી ઓળખતું. નવાઝુદ્દીન સિદ્દીકીએ તેની શરૂઆતની કારકિર્દીમાં ઘણી મોટી-મોટી ફિલ્મોમાં નાની ભૂમિકાઓ ભજવી હતી. પરંતુ તેમ છતાં તેણે ક્યારેય હાર ન માની અને 10 વર્ષના લાંબા સંઘર્ષ બાદ તેણે પોતાના અભિનયનો કમાલ કરીને બોલિવૂડમાં (bollywood)એક અલગ સ્થાન હાંસલ કર્યું. બોલિવૂડ બાદ હવે નવાઝુદ્દીન સિદ્દીકી હોલિવૂડ ફિલ્મોમાં (Hollywood debut)લીડ એક્ટર તરીકે પોતાની નવી ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. તે હોલીવુડના પ્રખ્યાત નિર્દેશક રોબર્ટો જીરાલ્ટની અમેરિકન ઈન્ડી ફિલ્મ 'લક્ષ્મણ લોપેઝ'માં  (Laxman lopez)જોવા મળશે.

Join Our WhatsApp Community

નવાઝુદ્દીન સિદ્દીકીએ તેના અમેરિકન-ઈન્ડી પ્રોજેક્ટ (American Indie project) વિશે એક ન્યૂઝ પોર્ટલ  સાથે વાત કરતા કહ્યું કે લક્ષ્મણ લોપેઝે (Laxman Lopez) તેને ઘણા કારણોસર ઉત્સાહિત કર્યો. તેણે કહ્યું, “શરૂઆત માટે, ક્રિસમસ ફિલ્મમાં કામ કરવાની તક મેળવવી થોડી અલગ છે અને આ ફિલ્મે તરત જ મારું ધ્યાન ખેંચ્યું. દિગ્દર્શક રોબર્ટો જીરાલ્ટ જે રીતે કેમેરા પર તેની શક્તિ અને આદેશ દર્શાવે છે તે કોઈપણ કલાકારને નવી બાજુ બતાવે છે. તે એક પડકાર છે જેનું હું સ્વાગત કરું છું, કારણ કે તે જ હું ઈચ્છું છું. આ ફિલ્મનું શીર્ષક 'લક્ષ્મણ લોપેઝ' મને ઉત્સાહિત કરી દીધું.હોલીવુડમાં તેના કામના સમાચાર ફેન્સની સામે આવતા જ લોકોએ તેને અભિનંદન આપીને ઉત્સુકતા વ્યક્ત કરી હતી.

આ સમાચાર પણ વાંચો: કુંડલી ભાગ્યના ફેન્સ માટે ખરાબ સમાચાર, સિરિયલ ના લીડ એક્ટરે કહ્યું શો ને અલવિદા, મેકર્સ શોધી રહ્યા છે તેનું રિપ્લેસમેન્ટ; જાણો તે અભિનેતા વિશે

નવાઝુદ્દીન સિદ્દીકીએ (Nawazuddin siddique cans festival)તેની હાજરી સાથે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022ના રેડ કાર્પેટ પર ચારચંદ લગાવી દીધા. અભિનેતા માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરની આગેવાની હેઠળના સ્ટાર-સ્ટડેડ ભારતીય પ્રતિનિધિમંડળનો (Indian representative)ભાગ હતો. અભિનેતા આર માધવન અને કમલ હાસન, ફિલ્મ નિર્માતા શેખર કપૂર, સંગીતકાર એ.આર. રહેમાન, ઉર્વશી રૌતેલા, તમન્ના ભાટિયા સહિત અન્ય ઘણા લોકોએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની 75મી આવૃત્તિના ઉદઘાટન સમારોહમાં હાજરી આપી હતી.

Hansika Motwani: હંસિકા મોટવાણી અને તેની માતા ની મુશ્કેલી વધી, અભિનેત્રી ની પૂર્વ ભાભી એ બંને પર લગાવ્યા આવા ગંભીર આરોપ
Taarak Mehta Ka Ooltah Chashmah : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ પૂર્ણ કર્યા 4500 એપિસોડ, વિવાદો વચ્ચે પણ શો ની યાત્રા યથાવત
Aryan Khan: ‘બેડસ ઓફ બોલીવૂડ’ સિરીઝ થી આર્યન ખાને ડાયરેકશન ની સાથે સાથે આ ક્ષેત્ર માં પણ કર્યું ડેબ્યુ
Two Much Teaser : ‘કોફી વિથ કરણ’ ને ટક્કર આપવા આવી રહ્યો છે ‘ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ’, શો નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ
Exit mobile version