News Continuous Bureau | Mumbai
નીના ગુપ્તા માત્ર ફિલ્મી પડદા પર જ નહીં પરંતુ તેની રિયલ લાઈફમાં(Neena Gupta) પણ ખૂબ જ શાનદાર વ્યક્તિ છે. તેની અસર તેમના નિર્ણયો પર પણ જોવા મળી રહી છે. તેણી તેના ભૂતકાળ વિશે પણ વાત કરવામાં ક્યારેય અચકાતી નથી; તાજેતરના એક ઈન્ટરવ્યુમાં તેણે રિલેશનશિપ (relationship)પર વાત કરતા તેના ભૂતપૂર્વ વિવિયન રિચર્ડ્સ (vivian richards)વિશે પણ ઘણું કહ્યું. મસાબા ગુપ્તા(Masaba Gupta) નીના અને વિવિયન રિચર્ડ્સની પુત્રી છે.નીના 1980માં વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ક્રિકેટર (West Indies cricketer)વિવિયન રિચર્ડ્સ સાથે રિલેશનશિપમાં હતી. પાછળથી 1989 માં, મસાબાનો જન્મ થયો, જેને નીનાએ એકલી માતા (single mother)તરીકે ઉછેરી. વિવિયન તે સમયે પરિણીત હતો અને તેણે નીના માટે તેની પત્નીને છોડવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ નીનાએ 2008માં વિજય મહેરા(Vijay Mehra) સાથે લગ્ન કર્યા.
એક ન્યૂઝ પોર્ટલ સાથે તેના સંબંધ વિશે વાત કરતાં નીનાએ કહ્યું, “હું માનું છું કે જો તમે કોઈને પ્રેમ કરો છો, તો તમે તેને કેવી રીતે નફરત (hate)કરી શકો છો? તમે સાથે રહી શકતા નથી. હું મારા ભૂતપૂર્વ બોયફ્રેન્ડને ધિક્કારતી નથી. તેમજ હું મારા ભૂતપૂર્વ પતિને પણ નથી ધિક્કારતી. મારે શા માટે નફરત કરવી જોઈએ?" નીનાએ વિવિયનને ટાંકીને આગળ કહ્યું, "જો કોઈને મારા વિશે આટલું ખરાબ લાગે છે, તો હું તેનું બાળક(child) શું કામ પેદા કરું? શું હું પાગલ છું?"
આ સમાચાર પણ વાંચો : નેપૉટીઝમ ના બાદશાહ કરણ જોહરના કેમ્પમાં વધુ બે સ્ટારકિડ્સ નો થયો પ્રવેશ-શું આ મુદ્દે ફરી બનશે ટ્રોલર્સ નો શિકાર
તમને જણાવી દઈએ કે મસાબા ને તેના પિતા વિવિયન સાથે સારા સંબંધો છે. નીના ક્યારેય તેમના સંબંધોની વચ્ચે આવી ન હતી. ખુદ મસાબાએ પણ આ વાત સ્વીકારી છે. તેણે કહ્યું હતું કે, “મારી માતા એ મારા અને મારા પિતા વચ્ચેના સંબંધોને ક્યારેય બગાડવાનો પ્રયાસ કર્યો નથી. હું પુખ્ત(adult) છું અને મેં મારા પિતા સાથે સારો સંબંધ(relationship) વિકસાવ્યો છે. માતાએ મને હંમેશા નિર્ણય લેવાની સ્વતંત્રતા આપી છે. મારા જીવનમાં કોણ શું ભૂમિકા ભજવશે, તેઓએ મારા પર છોડી દીધું છે.”નીના ગુપ્તા અને મસાબા હાલમાં 'મસાબા મસાબા 2' માટે હેડલાઇન્સમાં છે. પહેલી સીઝનની જેમ આ સીઝનને પણ દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે. 'મસાબા મસાબા 2'માં (Masaba Masaba 2)બંને પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.