Site icon

શું નોરા ફતેહી અને ગુરુ રંધાવા એકબીજાને ડેટ કરી રહ્યાં છે? જાણો શા માટે લોકો પૂછી રહ્યા આવો સવાલ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

સોમવાર

તમે નોરા ફતેહી અને ગુરુ રંધાવાનું ગીત 'નચ મેરી રાની' તો સાંભળ્યું જ હશે, જે વિવિધ કાર્યક્રમો દરમિયાન દરેક  જગ્યાએ ચર્ચામાં રહે છે અને તેની ધૂન સાંભળવામાં આવે છે. આ ગીત ગુરુ રંધાવાએ ગાયું છે અને નોરા ફતેહી તેના પર ડાન્સ કરતી જોવા મળી હતી, આ ગીત બાદ થી ગુરુ અને નોરાની જોડી ઘણી ચર્ચામાં છે.આ દિવસોમાં, ગુરુ રંધાવા અને નોરા ફતેહી વચ્ચેની મિત્રતાના સંબંધ કરતાં કંઈક વધુ વિશે વાતો સામે આવી રહી છે. તેનું કારણ એ છે કે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે. નોરા ફતેહી અને સિંગર ગુરુ રંધાવાની કેટલીક તસવીરો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. ફોટામાં બંને બીચ પર વોક કરતા જોવા મળે છે.

આ તસવીરો ગોવાના બીચની છે. જ્યારે ગુરુ બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટેડ શર્ટ અને મેચિંગ શોર્ટ્સમાં જોવા મળે છે, જ્યારે નોરા ગ્રે ટી શર્ટ  અને બ્લેક શોર્ટ્સમાં હોટ લાગી રહી છે.હજુ સુધી એ જાણી શકાયું નથી કે બંને વેકેશન પર હતા કે તેમના આગામી ગીત માટે શૂટિંગ કરી રહ્યા હતા પરંતુ ચાહકોએ અટકળો શરૂ કરી દીધી છે. કેટલાક એ જાણવા માટે ઉત્સુક હતા કે શું બંને ખરેખર ડેટ કરી રહ્યા છે? કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે તસવીરો પર કોમેન્ટ કરી છે જેમ કે – 'આલિયા રણબીર બાદ હવે આમનો વારો ' અને 'ભાભી'.અન્ય યુઝરે લખ્યું, 'નગરમાં એક નવું કપલ આવ્યું છે.' એક પંજાબી યુઝરે લખ્યું, 'ચલો એક ઔર  પરજાઈ મિલ ગયી પંજાબિયાં નુ.'

કેટરિના કૈફની આંગળીમાં નીલમ હીરાની સગાઈની વીંટી થઈ રહી છે વાયરલ; જાણો તેની કિંમત વિશે

એ જ રીતે, ઘણા લોકોએ અનુમાન લગાવ્યું છે કે કદાચ બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે અને નિકટતા વધવા લાગી છે. પરંતુ કંઈક એવું પણ છે જેના પર લોકોએ ધ્યાન આપ્યું નથી. ગુરુ રંધાવા એક અદ્ભુત ગાયક અને કલાકાર છે અને દરેક જણ નોરા ફતેહીની નૃત્ય કુશળતાના દિવાના છે. તેથી શક્ય છે કે બંને કોઈ નવા પ્રોજેક્ટને કારણે સાથે આવ્યા હોય. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી નથી. આ તમામ સવાલોના જવાબ જાણવા માટે ચાહકોએ હવે રાહ જોવી પડશે.

 

Urvashi Rautela and Mimi Chakraborty: ઉર્વશી રૌતેલા અને મિમી ચક્રવર્તીને ED દ્વારા પાઠવવામાં આવ્યા સમન, જાણો શું છે સમગ્ર મામલો
Kartik-Ananya: કાર્તિક-અનન્યાની ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી ના રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, બંને એ તેમના સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી
Aamir Khan: આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ ફિલ્મે યુટ્યુબ થી કરી આટલા ગણી વધુ કમાણી, હવે ઓટિટિ માટે છે તૈયાર અભિનેતા
Ankita Lokhande: અંકિતા લોખંડેના પતિ વિકી જૈન ના હાથમાં લાગ્યા 45 ટાંકા, ઇમોશનલ થઈને શેર કર્યો ભાવનાત્મક સંદેશ
Exit mobile version