Site icon

શ્રીદેવીની આ ઓનસ્ક્રિન દીકરીનું દિલ આવ્યું શાહરુખ ખાન ના દીકરા આર્યન ખાન પર -સોશિયલ મીડિયા પર ખાસ પોસ્ટ દ્વારા વ્યક્ત કર્યો પોતાનો પ્રેમ

News Continuous Bureau | Mumbai

શાહરૂખ ખાનનો(Shah Rukh Khan) દીકરો આર્યન ખાન(Aryan Khan) ગયા વર્ષે ઘણા નેગેટિવ ન્યૂઝને કારણે હેડલાઇન્સમાં રહ્યો હશે. પરંતુ હવે તે સકારાત્મક કારણોસર પ્રભુત્વ ધરાવે છે.હવે આર્યનની પાછળ એક અભિનેત્રી પણ પાગલ થઈ ગઈ છે અને તેણે સોશિયલ મીડિયા(Social media) પર ખુદ આર્યન પર પ્રેમ વરસાવ્યો છે. અમે જે અભિનેત્રીની વાત કરી રહ્યા છીએ તે છે અભિનેત્રી સજલ અલી(Sajal Ali). સજલ અલી એક પાકિસ્તાની અભિનેત્રી(Pakistani actress) છે જેણે શ્રીદેવી સાથે ફિલ્મ ‘મોમ’માં કામ કર્યું હતું. અભિનેત્રીએ, હકીકતમાં, ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આર્યનનો એક ફોટો શેર કરી ને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે.

Join Our WhatsApp Community

‘મોમ’ ફિલ્મ એક્ટ્રેસ સજલે પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં(Insta Story) આર્યનનો જૂનો ફોટો શેર કર્યો છે. આ સાથે તેણે અનુષ્કા શર્મા (Anushka Sharma) અને શાહરૂખ ખાનનું લોકપ્રિય ગીત 'હવાઈન' (Hawayein) બેકગ્રાઉન્ડમાં ઈન્સ્ટોલ કર્યું છે. સજલે ફોટો પર રેડ હાર્ટ ઇમોજીનો ઉપયોગ કર્યો છે, જેના દ્વારા તે આર્યન પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરી રહી છે. ફોટોમાં આર્યન ખાન વ્હાઇટ કલરની ટી-શર્ટમાં જોવા મળી રહ્યો છે. સજલ અલીએ આર્યનનો ફોટો શેર કર્યા બાદ સોશિયલ મીડિયા પર મીમ્સ બની રહ્યા છે. સજલે 2017ની ફિલ્મ ‘મોમ’માં આર્યા સબરવાલનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ શ્રીદેવીની(Sridevi) છેલ્લી ફિલ્મ હતી.

આ સમાચાર પણ વાંચો : જેકલીન ફર્નાન્ડિસ અને નોરા ફતેહી જ નહીં આ બે ટીવી સુંદરીઓએ પણ લીધી હતી ઠગ સુકેશ પાસેથી મોંઘી  ગિફ્ટ- તિહાર જેલમાં પણ ગઈ હતી મળવા 

તમને જણાવી દઈએ કે સજલે વર્ષ 2017માં ફિલ્મ મોમથી બોલિવૂડમાં ડેબ્યૂ(Debut in Bollywood) કર્યું હતું. આ ફિલ્મમાં તે શ્રીદેવીની પુત્રી બની હતી. આ ફિલ્મમાં તેનું કામ ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. આ પછી સજલે ઘણા લોકપ્રિય પાકિસ્તાની ટીવી શો અને ફિલ્મોમાં(Pakistani TV shows and movies) કામ કર્યું..સજલ હવે બોલિવૂડના લોકપ્રિય ફિલ્મમેકર શેખર કપૂરના પ્રોજેક્ટમાં જોવા મળશે. ફિલ્મનું નામ ‘વોટ લવ ગોટ ટુ ડુ ઈટ’ છે. આ ફિલ્મનું નિર્દેશન શેખર કપૂર કરી રહ્યા છે. આ એક બ્રિટિશ રોમેન્ટિક કોમેડી ફિલ્મ(British romantic comedy film) હશે જેમાં બોલિવૂડના કેટલાક કલાકારો સિવાય ઈન્ડસ્ટ્રીના બાકીના કલાકારો પણ હશે.આર્યનની વાત કરીએ તો આર્યનને ફિલ્મોમાં પણ રસ છે. જોકે તે એક્ટર બનવા માંગતો નથી. તે ફિલ્મમેકર બનવા માંગે છે અને તેના માટે તે ઘણી તૈયારી પણ કરી રહ્યો છે.

The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Anupama: ‘અનુપમા’માં રાહી અને પ્રેમ નો શરૂ થશે રોમેન્ટિક ટ્રેક તો બીજી તરફ રાજા અને પરી વચ્ચે વધશે તણાવ
Exit mobile version