Site icon

આ દિવસે રિલીઝ થઈ રહી છે પંચાયત 2, સિઝન 2માં અભિષેક અને રિંકીની લવ સ્ટોરી મળશે જોવા

News Continuous Bureau | Mumbai

એમેઝોન પ્રાઇમ વિડિયોની (Amazon prime video)કોમેડી ડ્રામા વેબ સિરીઝ પંચાયત (Panchayat-2) સીઝન 2ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. પંચાયતની આ સિઝન 20 મેના રોજ શરૂ થશે. એમેઝોન પ્રાઇમ વિડિયોએ વેબ સિરીઝની રિલીઝ ડેટ(release date) વિશે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ (Instagram) પર પોસ્ટર શેર કર્યું છે.પોસ્ટરમાં, પ્રથમ સિઝનના હીરો દીપક ત્રિપાઠી (Deepak Tripathi) સ્ટૂલ પર બેઠેલા એકદમ આશ્ચર્યચકિત દેખાય છે. તેમજ પોસ્ટરમાં તેની આસપાસ ઘણી બધી ફાઈલો જોવા મળી રહી છે. પંચાયતની આ સિઝનની રિલીઝ ડેટની જાહેરાત કરતા એમેઝોન પ્રાઇમ વિડિયોએ લખ્યું, જનહિતમાં ચાલુ રાખ્યું, હવે ફરી આવી રહ્યું છે, પંચાયત જોવાનો વારો.

Join Our WhatsApp Community

તમને જણાવી દઈએ કે, આ સીરીઝની પહેલી સીઝન(season 1) વર્ષ 2020માં રિલીઝ થઈ હતી અને ત્યારથી લોકો તેની આગામી સીઝનની રાહ જોઈ રહ્યા હતા. પંચાયત વેબ સિરીઝની વાર્તા એક એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ યુવાન અભિષેક મિશ્રાની (Abhishek Mishra)આસપાસ ફરે છે, જે ફુલેરા ગામમાં પંચાયત ઓફિસના સેક્રેટરી તરીકે કામ કરે છે અને નોકરી છોડવાનો નિર્ણય લે છે. અને MBA કરવા માટે મોટી પરીક્ષાની તૈયારી કરવા લાગે છે, પરંતુ નિષ્ફળ જાય છે.આવી સ્થિતિમાં અભિષેક અને રિંકીની લવ સ્ટોરી (Love story) સિઝન 2માં બતાવવામાં આવી શકે છે. આ સિવાય એ જોવાનું રહેશે કે શું આ વખતે અભિષેક ત્રિપાઠી એમબીએની (MBA) પરીક્ષામાં પાસ થાય છે કે નહીં? હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બીજી સિઝનની વાર્તા પણ ફુલેરા સેક્રેટરીની આસપાસ ફરતી જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો : ડિપ્રેશન બાદ આ બીમારી નો શિકાર બની આમિર ખાનની દીકરી, ઈરા ખાને વ્યક્ત કરી તેની વેદના

શ્રેણીની પ્રથમ સિઝનની વાર્તા ચાલુ રાખીને, આ શ્રેણી પ્રધાન, વિકાસ, પ્રહલાદ અને મંજુ દેવી અને અભિષેક વચ્ચેના સમીકરણને વધુ ગાઢ બનાવે છે. જે હવે ફૂલેરામાં (Fulera)સંપૂર્ણ રીતે સ્થાયી થઈ ગયો છે. તે ગામની જટિલતાઓ સામે લડતો જોવા મળશે  છે.જિતેન્દ્ર કુમાર, રઘુવીર યાદવ, નીના ગુપ્તા અભિનીત આ લોકપ્રિય કોમેડી ડ્રામા વેબ સિરીઝ દીપક કુમાર મિશ્રા દ્વારા નિર્દેશિત છે. પંચાયત 2 (Panchayat-2) પ્રેક્ષકો સાથે તાલ મિલાવવાનું અને તેમનું સંપૂર્ણ મનોરંજન કરવાનું વચન આપે છે. હવે વેબ સિરીઝ તેની બીજી સીઝન સાથે પરત ફરી રહી છે.

Smriti Irani : સેલિબ્રિટી હોવાના નુકસાન વિશે સ્મૃતિ ઈરાની એ કર્યો ખુલાસો, સોહા અલી ખાનના પોડકાસ્ટમાં કરી દિલ ખોલી ને વાત
Farah Khan Cook: ફરાહ ખાનના કુક દિલીપની કમાણીમાં થયો મોટો ફેરફાર, પહેલા કમાતા હતા માત્ર આટલા રૂપિયા
Naagin 7: શું નાગિન 7 માટે ફાઈનલ થઈ ગઈ નવી નાગિન? એકતા કપૂરની પસંદ બની બિગ બોસ ફેમ આ અભિનેત્રી
Disha Patani Bareilly Home: દિશા પટની ના બરેલી સ્થિત ઘરના બહાર થયું ફાયરિંગ, ધમકી આપનાર ગેંગે કહ્યું – “આ તો ટ્રેલર છે”, જાણો સમગ્ર મામલો
Exit mobile version