News Continuous Bureau | Mumbai
બોલીવુડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીસની મુશ્કેલીઓ વધતી જઇ રહી છે.
ઠગ સુકેશ ચંદ્રશેખરનાં મની લૉન્ડ્રીન્ગ મામલામાં દિલ્હીનાં પટિયાલા હાઉસ કોર્ટે જેક્લીનને 26 સપ્ટેમ્બર સુધી કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે.
હાલમાં જ ઇડીએ આ મામલામાં એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડીસ સામે સપ્લીમેટ્રી ચાર્જશીટ દાખલ કરી હતી.
આ ચાર્જશીટમાં જેક્લીન ફર્નાન્ડીસને આરોપી તરીકે નામાંકિત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે સુકેશ ચંદ્રશેખર પર 200 કરોડ રૂપિયાથી વધારેની વસૂલી કરવાના આરોપ લાગ્યા છે.
આ સમાચાર પણ વાંચો : ગણપતિ બાપા મોરિયા- ડાયમંડ સિટી સુરતમાં રિયલ ડાયમંડના ગણેશ મૂર્તિની થઇ સ્થાપના- કિંમત જાણીને આંખો ચાર થઈ જશે- જુઓ ફોટોગ્રાફ્સ