ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઓક્ટોબર, 2021
મંગળવાર
બૉલીવુડ અભિનેત્રી પૂજા બેદી અને તેનો ફિઆન્સ બંને કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.
અભિનેત્રીએ આ જાણકારી સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને આપી છે.
સાથે અભિનેત્રીએ કહ્યું કે, તે તમામ જરૂરી સાવચેતીઓ સાથે પોતાની સારી સંભાળ લઈ રહી છે અને વાઇરસ સામે લડવા માટે તેના શરીરની નેચરલ ઇમ્યૂનિટી પર આધાર રાખવા માંગે છે.
ઉલ્લેખનીય છે કે, પૂજાએ હજુ સુધી વેક્સિનનો એક પણ ડોઝ લીધો નથી.
હવે મોબાઇલ વેન પર મળી રહી છે વેક્સિન, અંધેરી અને દાદરમાં ચાલી રહી છે ટ્રાયલ; જાણો વિગત