બોલીવુડ અભિનેતા અને મિમિક્રી આર્ટિસ્ટ માધવ મોઘેનું 68 વર્ષની વયે ફેફસાના કેન્સરથી પીડાઇને નિધન થયું છે .
અભિનેતાની તબિયત લથડતા ગત અઠવાડિયે જ બોમ્બે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જોકે શનિવારે પરત ઘરે લાવવામાં આવ્યા બાદ તેમણે તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.
ઉલ્લેખનીય છે કે માધવ મોધેએ દામિની, ધાતક, વિનાશક, પાર્ટનર જેવી ઘણી હિટ ફિલ્મોમાં અભિનેતા તરીકે કામ કર્યું હતું. માધવ મોધે ઘણા ટીવી શો કરી લોકપ્રિયતા મેળવી હતી. કોમેડી શોમાં, માધવ શોલેના 'ઠાકુર' ની નકલ માટે ખૂબ જ લોકપ્રિય થયા હતા.