Site icon

કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણ 7 માં આ ક્યૂટ કપલ મળી શકે છે જોવા નામ જાણીને ચાહકો થઇ જશે ખુશ

News Continuous Bureau | Mumbai 

બોલિવૂડ નિર્માતા-નિર્દેશક કરણ જોહરનો લોકપ્રિય ચેટ શો 'કોફી વિથ કરણ 7'(Koffee with karan) ટૂંક સમયમાં OTT પ્લેટફોર્મ(Disney plus hotstar) પર દસ્તક આપવા જઈ રહ્યો છે. કરણ જોહર આ ચેટ શોની નવી સીઝન લાવી રહ્યો છે. 'કોફી વિથ કરણ 7'નું પ્રમોશન(promotion) પૂરજોશમાં ચાલી રહ્યું છે. વિજય દેવરકોંડા-અનન્યા પાંડે અને સારા અલી ખાન-જ્હાનવી કપૂર જેવા સેલેબ્સ કોફી કાઉચ સાથે જોડાયા હોવાના અહેવાલ છે. જોકે હવે આ લિસ્ટમાં એક ક્યૂટ કપલનું નામ જોડાઈ ગયું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ચેટ શોમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ(Priyanka chopra Nick jonas) પ્રથમ કપલ હશે.

Join Our WhatsApp Community

એક ઓનલાઈન એન્ટરટેઈનમેન્ટ પોર્ટલના અહેવાલ મુજબ, પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ 'કોફી વિથ કરણ 7' માટે વાતચીત કરી રહ્યા છે. ભારતમાં(India) લગ્ન કર્યા પછી આ દંપતીએ જાહેરમાં દેખાયું નથી. કોઈપણ યુગલ માટે તેમની વાર્તા વિશ્વ સાથે શેર કરવા માટે, કોફી વિથ કરણ થી વધુ સારો કોઈ ચેટ શો નથી. જો કે અત્યારે વાટાઘાટો ચાલી રહી છે અને તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઇ નથી. જો પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ કોફી વિથ કરણ 7(priyanka and Nick) પર આવવા માટે સંમત થશે, તો દંપતીને તેમની પ્રેમ કહાણી તેમના મોઢેથી સાંભળવાની તક મળશે. 

આ સમાચાર પણ વાંચો : થિયેટર બાદ હવે OTT પર રિલીઝ થવા જઈ રહી છે અક્ષય કુમારની સમ્રાટ પૃથ્વીરાજ-જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો ફિલ્મ

તાજેતરમાં કરણ જોહરે તેનો એક પ્રોમો(promo release) રિલીઝ કર્યો જેમાં તેણે ટ્રોલર્સ પર પ્રતિક્રિયા આપી અને સેલેબ્સને તેના ચેટ શોમાં આવવા વિનંતી કરતા જોવા મળ્યો. મહેમાનો વિશે વાત કરીએ તો સારા અલી ખાન-જ્હાનવી કપૂર, વિજય દેવેરકોંડા-અનન્યા પાંડે ઉપરાંત કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણ 7માં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ, વરુણ ધવન અને અનિલ કપૂર, રામ ચરણ અને જુનિયર એનટીઆર નો સમાવેશ કરવામાં આવશે. 

Katrina Kaif: કેટરીના કૈફના પ્રેગ્નન્સી રુમર્સ એ પકડ્યું જોર, બેબી બંપ સાથેની તસવીર થઈ વાયરલ
‘The Bads of Bollywood’: શું ખરેખર બનશે ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’ ની બીજી સીઝન? આર્યન ખાને આપ્યો સંકેત
Deepika Padukone: ‘કલ્કી 2’માંથી બહાર થયા પછી દીપિકા પાદુકોણે કરી મોટી જાહેરાત, જાણો અભિનેત્રી એ શું કહ્યું
Homebound: ઓસ્કાર 2026 માટે ‘હોમબાઉન્ડ’ ભારત તરફથી ઓફિશિયલ એન્ટ્રી તરીકે પસંદ, કરણ જોહર એ ભાવુક થઇ કહી આવી વાત
Exit mobile version