Site icon

શું KGF2 ની સફળતા પછી ‘પુષ્પા 2’ સ્ક્રિપ્ટ બદલી નાખવામાં આવી ? મેકર્સે જણાવી હકીકત

News Continuous Bureau | Mumbai

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની (Allu Arjun) ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ'ને (Pushpa)દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો. આ ફિલ્મે કમાણીના ઘણા રેકોર્ડ તોડી નાખ્યા હતા અને હવે ફેન્સ આ ફિલ્મના બીજા ભાગની રાહ જોઈ રહ્યા છે, જેના પર કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન, ભૂતકાળમાં એવા અહેવાલો આવ્યા હતા કે 'KGF ચેપ્ટર 2' (KGF-2)ની સફળતા પછી, 'પુષ્પા'ના નિર્માતાઓએ ફિલ્મની સ્ક્રિપ્ટ (script) બદલી છે અને તેના કારણે ફિલ્મનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે. હવે 'પુષ્પા'ના નિર્માતાઓએ આ અહેવાલ પર તેમની પ્રતિક્રિયા આપી છે અને સમગ્ર સત્ય જણાવ્યું છે.

Join Our WhatsApp Community

'પુષ્પા'ના નિર્માતા વાય રવિશંકરે(Y Ravishankar) આવા તમામ અહેવાલોને રદિયો આપ્યો છે અને કહ્યું છે કે તેમની સ્ક્રિપ્ટ પહેલાથી જ અદ્ભુત છે અને તેને બદલવાની બિલકુલ જરૂર નથી. રવિશંકરે કહ્યું, 'આવું કંઈ નથી. કોઈ ફેરફાર નથી, કંઈ નથી. અમારી પાસે પહેલેથી જ ઉચ્ચ વોલ્ટેજ સ્ક્રીપ્ટ (Script) છે. શા માટે આપણે તેને બદલવાની જરૂર છે?' તેમણે  આગળ કહ્યું, 'અમે સ્ક્રિપ્ટ રજૂ કરી રહ્યા છીએ જે સુકુમારે ખૂબ જ સુંદર રીતે તૈયાર કરી છે. ઘણા સમયથી લોકેશનની શોધ ચાલી રહી છે. પહેલા જે જંગલ (forest) માં શૂટિંગ થયું હતું અમે તેજ કરી રહ્યા છે.'KGF ચેપ્ટર 2' 14 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. યશ (Yash) ઉપરાંત આ ફિલ્મમાં સંજય દત્ત (Sanjay Dutt) અને રવિના ટંડન (Raveena Tandon) પણ છે. બંનેની જોરદાર એક્ટિંગે ચાહકોના દિલ જીતી લીધા હતા. 'KGF ચેપ્ટર 2' એ 1000 કરોડનું કલેક્શન પાર કરી લીધું છે અને હવે આ ફિલ્મ ટોપ 10 ભારતીય ફિલ્મોમાં સામેલ થઈ ગઈ છે.

આ સમાચાર પણ વાંચો: બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી રેખાના 40 વર્ષ જૂના આ ગીત પર જ્હાન્વી કપૂરે કર્યો ડાન્સ, ફેન્સ થયા એક્ટ્રેસના દિવાના; જુઓ વિડીયો

તમને જણાવી દઈએ કે અલ્લુ અર્જુનની (Allu Arjun) ફિલ્મ 'પુષ્પા ધ રાઈઝ' ગયા વર્ષે 16 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે વિશ્વભરમાં રેકોર્ડ બ્રેક 350 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તે જ સમયે, હવે મેકર્સ આ ફિલ્મનો બીજો ભાગ આ વર્ષે 16 ડિસેમ્બરે સિનેમાઘરોમાં લાવવાની તૈયારી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ફિલ્મ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે.

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version