News Continuous Bureau | Mumbai
એક્ટર(Actor) આર માધવનનાં(R madhavan) પુત્ર વેદાંત માધવને(Vedant Madhavan) ડેનિશ ઓપન 2022માં(Danish open) ગોલ્ડ મેડલ(Gold Medal) જીતીને દેશનું નામ રોશન કર્યું છે.
મળતી માહિતી પ્રમાણે વેદાંતે 800 મીટર સ્વિમિંગ ઈવેન્ટમાં(Swimming Event) મેડલ જીત્યો હતો અને 8:17.28 કલાકનો સમય લીધો હતો.
સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ(SFI) ટ્વીટ કરીને ડેનિશ ઓપનમાં સુવર્ણ પદક જીતવા પર વેદાંતને અભિનંદન(Congratulation) આપ્યા છે.
આર માધવને પણ ટ્વીટ કરીને પુત્રના જીતની ખુશી વ્યક્ત કરી છે. તેઓ પોતાના પુત્રના આ પરાક્રમ પર ગર્વ અનુભવી રહ્યા છે.
આ અગાઉ વેદાંતે સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં(Swimming Championship) સિલ્વર મેડલ(Silver Maddy) પોતાને નામે કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : 'ધ કાશ્મીર ફાઇલ્સ' પછી 'ધ દિલ્હી ફાઇલ્સ'ની શું હશે વાર્તા? નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ આપ્યો આ સંકેત
