Site icon

કાંકાણી હરણ કેસમાં સલમાન ખાનને મોટી રાહત, રાજસ્થાન હાઈકોર્ટે આપ્યો આ ચુકાદો; જાણો વિગત

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન માટે રાજસ્થાન હાઈકોર્ટ તરફથી રાહતના સમાચાર આવ્યા છે. હાઈકોર્ટે સલમાન ખાન દ્વારા દાખલ કરવામાં આવેલી ટ્રાન્સફર પિટિશનને સ્વીકારી લીધી છે. આ પછી હવે હાઈકોર્ટમાં તમામ કેસની સુનાવણી એકસાથે થશે. હાઈકોર્ટના આ નિર્ણય બાદ સલમાન ખાનને વારંવાર કોર્ટ માં હાજરી આપવા માટે હાજર નહીં થવું પડે. સલમાન ખાનના વકીલે સોમવારે હાઈકોર્ટમાં પોતાનો સંપૂર્ણ પક્ષ રજૂ કર્યો હતો. જે બાદ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. આ સુનાવણી દરમિયાન સલમાન ખાનની બહેન અલવીરા કોર્ટરૂમમાં હાજર હતી. વાસ્તવમાં આ સમગ્ર મામલો કાળા હરણના ગેરકાયદેસર શિકાર સાથે જોડાયેલો છે.

વાત એમ છે કે, સલમાન ખાન સપ્ટેમ્બર 1998માં રાજસ્થાનના જોધપુરમાં ફિલ્મ 'હમ સાથ સાથ હૈ'નું શૂટિંગ કરી રહ્યો હતો. આ સમય દરમિયાન, તે ફિલ્મમાં તેના સાથી કલાકારો સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બુ અને નીલમ સાથે શિકાર કરવા ગયો હતો. સલમાન ખાન પર આરોપ છે કે તેણે ત્યાં રક્ષિત કાળા હરણનો શિકાર કર્યો હતો. આ શિકાર 27, 28 સપ્ટેમ્બર, 01 ઓક્ટોબર અને 02 ઓક્ટોબરે થયો હતો. તેના સાથી કલાકારો પર સલમાનને શિકાર માટે ઉશ્કેરવાનો આરોપ હતો. જે બાદ સલમાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં સલમાન ખાન સિવાય અન્ય તમામ આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા.

આ સમાચાર પણ વાંચો : એસ એસ રાજામૌલીની 'RRR'એ રિલીઝ પહેલા બનાવ્યો આ રેકોર્ડ, ગુજરાત માં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે છે કનેક્શન; જાણો વિગત

મથાણીયા અને ભાવડમાં બે ચિંકારાનો શિકાર કરવાના એમ બે અલગ-અલગ કેસ નોંધાયા છે. તેમજ, જોધપુરની નીચલી અદાલતે સલમાનને કાંકણીમાં કાળિયારનો શિકાર કરવા બદલ દોષી ઠેરવ્યો હતો. જ્યારે ચોથો કેસ લાયસન્સ પૂરા થયા પછી પણ 32 અને 22 બોરની રાઈફલ રાખવા બદલ આર્મ્સ એક્ટ હેઠળ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં સલમાન ખાનને પણ સજા થઈ ચુકી છે.તમને જણાવી દઈએ કે, સલમાન ખાનને કાંકાણી ગામની બહારના વિસ્તારમાં બે કાળા હરણનો શિકાર કરવાના કેસમાં ટ્રાયલ કોર્ટે દોષિત ઠેરવ્યો હતો અને 5 વર્ષની સજા સંભળાવી હતી. આ કેસમાં સલમાન ખાનની ધરપકડ પણ કરવામાં આવી છે. હાલ અભિનેતા જામીન પર બહાર છે.

 

Homebound OTT Release: ઓસ્કર એન્ટ્રી ‘હોમબાઉન્ડ’ હવે ઓટીટી પર ઉપલબ્ધ, ઘરે બેઠા જુઓ ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવા ની આ ફિલ્મ
Sonam Kapoor: બીજી વાર માતા બનશે સોનમ કપૂર,સ્ટાઇલિશ અંદાજમાં કરી પ્રેગ્નન્સી ની જાહેરાત
Ahaan Panday: અહાન પાંડેની એક્શન થ્રિલરમાં ‘નવો’ ખલનાયક? બોલિવૂડનો આ ધમાકેદાર એક્ટર કરશે વિલન તરીકે કમબેક!
The Family Man 3 OTT Release Time: ધ ફેમિલી મેન 3 ઓટીટી પર ક્યારે રિલીઝ થશે? અહીં જાણો સંપૂર્ણ વિગતો
Exit mobile version