Site icon

ચેક બાઉન્સ ના કેસમાં ફસાયા બોલિવૂડના આ દિગ્ગ્જ ડિરેક્ટર, ફટકારવામાં આવી એક વર્ષ ની સજા; જાણો વિગત

News Continuous Bureau | Mumbai

કોર્ટે ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક રાજકુમાર સંતોષીને 22,50,000 રૂ.નો ચેક બાઉન્સ થવાના કેસમાં એક વર્ષની સજા ફટકારી છે. કોર્ટે તેને દોષિત જાહેર કર્યો છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે જો તે 2 મહિનામાં રકમ નહીં ચૂકવે તો તેને વધુ એક વર્ષ જેલમાં રહેવું પડશે.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે, રાજકુમાર સંતોષીના અનિલ જેઠાણી સાથે ખૂબ સારા સંબંધો હતા. જેના કારણે તેણે ધંધો મોટો કરવા અનિલ જેઠાણી પાસેથી પૈસા લીધા હતા. તેના બદલામાં રૂ.22,50,000 ના ત્રણ અલગ-અલગ ચેક આપવામાં આવ્યા હતા. જોકે, ત્રણેય ચેક બાઉન્સ થતાં અનિલ જેઠાણીએ પૈસા માટે કેસ કર્યો હતો. આ પછી અનિલ જેઠાણીએ રાજકુમાર સંતોષીને લીગલ નોટિસ મોકલી હતી.નોટિસનો જવાબ ન મળવા પર રાજકુમાર સંતોષી વિરુદ્ધ કલમ 138 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો. હવે રાજકુમાર સંતોષીએ એક મીડિયા હાઉસ ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે તે સેલિબ્રિટી હોવાના કારણે વળતર ચૂકવી રહ્યો છે. રાજકુમાર સંતોષી કહે છે, 'હું સેલિબ્રિટી હોવાના કારણે વળતર ચૂકવી રહ્યો છું. અમે આસાન ટાર્ગેટ હોઈએ છીએ. મને ન્યાયતંત્રમાં પૂરો વિશ્વાસ છે. અમે આ મામલે અપીલ કરીશું. મને આશા છે કે ન્યાય મળશે. આ બંને કેસની સુનાવણી રાજકોટના એડિશનલ ચીફ જ્યુડિશિયલ જજ સમક્ષ ચાલી હતી. રાજકુમાર સંતોષીએ દાવો કર્યો હતો કે વાદીઓએ કોરા ચેકનો ગેરઉપયોગ કર્યો છે જયારે કે તેમને બધા પૈસા ચૂકવી દીધા છે અને હવે કોઈ લેણદેણ બાકી નથી. ત્યારબાદ કોર્ટે બેંક અધિકારીઓને સાક્ષીઓ માટે બોલાવ્યા અને તેઓએ ફરિયાદીનો પક્ષ લીધો.

આ સમાચાર પણ વાંચો : અભિષેક બચ્ચનનો રસપ્રદ ખુલાસો, પત્ની ઐશ્વર્યા રાયે ટ્રોલિંગનો સામનો કરવાની આપી આવી સલાહ; જાણો વિગત

બંને પક્ષોને સાંભળ્યા બાદ ન્યાયાધીશે રાજકુમાર સંતોષીને એક વર્ષની કેદની સજા ફટકારી છે. તેમજ 60 દિવસમાં પૈસા પરત કરવા આદેશ કર્યો છે. આમ કરવામાં નિષ્ફળતાના પરિણામે વધુ એક વર્ષની જેલની સજા થશે. તમને દઈએ કે, રાજકુમાર સંતોષી એ  ફિલ્મ 'અંદાઝ અપના અપના', 'દામિની', 'ઘાયલ', 'બરસાત', 'ઘાતક', 'ચાઈના ગેટ', 'પુકાર', 'લજ્જા', 'ધ લિજેન્ડ ઑફ ભગત સિંહ'ના દિગ્દર્શન ઉપરાંત. તેણે 'ખાકી', 'અજબ પ્રેમ કી ગઝબ કહાની', 'ફટા પોસ્ટર નિકલા હીરો' જેવી ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે. 

 

TRP Report Week 43: ‘અનુપમા’એ જાળવી લીધી ટોચની ગાદી, પરંતુ ‘તુલસી’એ આપી કડક ટક્કર! જાણો ટોપ 5માં કયા શોઝ છે
120 Bahadur Trailer Release: ‘120 બહાદુર’નું ટ્રેલર જોયું? દર્શકો બોલ્યા – ‘બ્લોકબસ્ટરની તૈયારી!’ જુઓ અહીં.
Rashmika Mandanna and Vijay Deverakonda: ફાઇનલી કન્ફર્મ! રશ્મિકા મંદાના અને વિજય દેવરકોન્ડા ની લગ્ન ની તારીખ નો થયો ખુલાસો, ઉદયપુરમાં કરશે ગ્રાન્ડ વેડિંગ!
Neil Bhatt and Aishwarya Sharma: મનોરંજન જગતમાં મોટો આંચકો,નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્માએ છૂટાછેડાની અરજી કરી, ચાર વર્ષના લગ્નજીવનનો અંત!
Exit mobile version