Site icon News Continuous Bureau | Mumbai

બૉલિવુડના આ પ્રતિભાશાળી ઍક્ટરે કરિયરનાં 22 વર્ષ બાદ પોતાનું નામ બદલવાનો નિર્ણય લીધો છે; જાણો કોણ છે તે ઍક્ટર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૬ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

 

બૉલિવુડના પ્રતિભાશાળી ઍક્ટર્સમાંથી એક રાજપાલ યાદવે કરિયરનાં 22 વર્ષ પછી પોતાનું નામ બદલવાનો નિર્ણય લીધો છે. રાજપાલ યાદવે પોતાના નામને બદલવા પાછળ કેટલાંક કારણો જણાવ્યાં છે.

રાજપાલે વર્ષ 1999માં 'દિલ ક્યા કરે'થી બૉલિવુડમાં પોતાની કરિયર શરૂ કરી હતી. હવે તેણે પોતાનું નામ બદલી નાખ્યું છે અને નવા નામમાં પોતાના પિતાનું નામ પણ સામેલ કર્યું છે. રાજપાલ યાદવ હવે રાજપાલ નૌરંગ યાદવના નામથી ઓળખાશે. 50 વર્ષની ઉંમરે પોતાનું નામ બદલવાની જરૂર કેમ પડી? એ સવાલના જવાબમાં રાજપાલે કહ્યું કે, 'તેનું કોઈ ખાસ કારણ નથી. મારા પિતાનું નામ હંમેશાંથી મારા પાસપૉર્ટમાં રહ્યું છે. બસ એટલે. હવે તે સ્ક્રીન પર પણ નજર આવશે. અપૂર્વા વ્યાસે એક ફિલ્મ અને એક વેબ સિરીઝ ઑફર કરી અને મને લાગ્યું કે કોવિડ પહેલાં હું માત્ર રાજપાલ યાદવ હતો, હવે આખી દુનિયા એક નાના ગામમાં ફેરવાઈ ગઈ છે, તો હું પણ મારા આખા નામનો ઉપયોગ કરી લઉં.'

કંગનાએ આમિર ખાન અને કિરણ રાવના છૂટાછેડાના બહાને મુસ્લિમ કૉમ્યુનિટી પર ઉઠાવ્યા આ સવાલ; જાણો વિગત

તેણે જણાવ્યું કે તેની આ વાતો આવનારી ફિલ્મ 'ફાધર ઑન સેલ' સાથે મળતી આવે છે, જેમાં તે પોતે જોવા મળશે. તેણે એમ પણ કહ્યું કે કોઈએ મારા પિતાનું નામ એટલી વખત નહીં લીધું હોય, જેટલું છેલ્લા કેટલાક દિવસોમાં લેવાયું છે.

Akshay Kumar Saif Ali Khan Haiwan ૧૮ વર્ષ બાદ અક્ષય કુમારસૈફ અલી ખાનની જોડીની ધમાકેદાર વાપસી ‘હૈવાન’ને મળ્યું UA 16+ સર્ટિફિકેટ, રોમાંચક એક્શનસસ્પેન્સ વચ્ચે આટલો છે રનટાઇમ
Yash Rejects 100 Crore Fee For Ramayana રામાયણ માટે ૧૦૦ કરોડની ફી લેવાનો કર્યો ઇનકાર યશે રાખી એવી શરત કે મેકર્સ પણ ચોંકી ગયા
Drishyam Trailer રુંવાડા ઊભા કરતું સસ્પેન્સ અજય દેવગણની આગામી ‘દ્રશ્યમ’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, સત્યની નવી લડાઈ શરૂ
Bigg Boss 20 ત્રીજા જ દિવસે બિગ બોસ ઘરમાં મોટો હંગામો ૪ સ્પર્ધકો થયા નોમિનેટ, બાદશાહ વિશે ઈશા માલવિયાએ કરી ચોંકાવનારી ટિપ્પણી
Exit mobile version