Site icon

દોસ્ત હોય તો આવા! રાખી સાવંતને આ બે મિત્રોએ ગિફ્ટમાં આપી બ્રાન્ડ ન્યૂ BMW કાર, હજી મહિના પહેલાં જ શોરૂમમાંથી નિરાશ થઈને બહાર આવી હતી.. જુઓ વિડીયો, જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

રાખી સાવંત(Rakhi Sawant) પોતાની કોમેડીથી ચાહકોને હસાવતી જોવા મળે છે. સોશિયલ મીડિયા(Social Media)માં તે ખુબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ રાખી સાવંતે એક વીડિયો શેર કર્યો છે. જેમાં રાખી સાવંતને BMW કાર(BMW Car) ગિફ્ટમાં મળી છે. હજી થોડાં મહિના પહેલાં જ રાખીએ એમ કહ્યું હતું કે તેની પાસે 50-60 લાખ રૂપિયા નથી કે તે નવી કાર ખરીદી શકે. 

Join Our WhatsApp Community

 

રાખીએ સો.મીડિયામાં વીડિયો પર શૅર કરેલા વીડિયોમાં લાલ રંગની મોંઘીદાટ BMW કાર જોવા મળી રહી છે. સાથે જ કાર પર કેક પણ મૂકવામાં આવી છે. રાખીને આ કાર તેના ફ્રેન્ડ્‌સ આદિલ તથા શૈલીએ ગિફ્ટમાં આપી છે. આ વીડિયો શૅર કરતા રાખીએ કહ્યું હતું કે, 'મારી નવી ગિફ્ટેડ કાર.' ચાહકોએ રાખીને નવી કાર માટે શુભેચ્છા પાઠવી હતી. 

આ સમાચાર પણ વાંચો :  મુકેશ ભટ્ટ- મહેશ ભટ્ટ ની કંપની વિશેષ ફિલ્મ્સ થી અલગ થઈ પરિવાર ની આ સદસ્ય, પિતરાઈ ભાઈ સાથે મળી ને ખોલી નવી કંપની

ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી મહિનામાં રાખી સાવંત લક્ઝુરિયસ કારના શોરૂમ બહાર જોવા મળી હતી. તે સમયે રાખીએ કહ્યું હતું કે તે માત્ર કાર જોવા ગઈ હતી, કારણ કે તેને લાગ્યું કે કોરોનાકાળમાં કાર સસ્તી થઈ હશે. જાેકે, તેની પાસે નવી કાર ખરીદવાના 60 લાખ રૂપિયા નથી. તેની નાની લાલ રંગની કાર જ તેના માટે ઠીક છે. 

Agastya Nanda Remembers Dharmendra: ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ ‘ઇક્કીસ’ અને અગસ્ત્ય નંદાનો વસવસો: શૂટિંગ દરમિયાનના કિસ્સાઓ કર્યા શેર.
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Spoiler: ક્યૂંકી સાસ ભી કભી બહૂ થી: તુલસી અને મિહિરના રસ્તા થયા અલગ, ૬ વર્ષ બાદ નવા અવતારમાં થશે તુલસીની એન્ટ્રી!
Dhurandhar: પ્રોપેગેન્ડા કે એન્ટરટેઈનમેન્ટ? કાશ્મીરી દર્શકો ‘ધુરંધર’ જોવા ઉમટી પડ્યા, સીએમ અબ્દુલ્લાએ આપ્યું આશ્ચર્યજનક નિવેદન
Dhurandhar: નિક જોનસ પર ચઢ્યો રણવીર સિંહનો ખુમાર! ‘શરારત’ ગીત પર જોનસ બ્રધર્સનો દેશી ડાન્સ વાયરલ.
Exit mobile version