ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૭ જૂન ૨૦૨૧
ગુરુવાર
બોલીવુડની ડ્રામા ક્વીન રાખી સાવંત હંમેશાં કોઈને કોઈ કારણથી હેડલાઇન્સ માં રહે છે. 'બિગ બોસ 14' ફેમ રાખી સાવંતે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં રાખી કોરોના વેક્સીન લેતી જોવા મળી રહી છે. રસી લેતી વખતે તે ખૂબ જ ડરી ગઈ છે. ડર બહાર કાઢવાની સાથે સાથે તે તેના નવા ગીતનું પ્રમોશન પણ કરી રહી છે. રાખી વીડિયોમાં 'તેરે ડ્રિમ મેં મેરી એન્ટ્રી' ગીત ગાઈ રહી છે. સાથે રાખી વીડિયોમાં એમ પણ જણાવે છે કે તેણે કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ લીધો છે.
વધુ ઘાતક બન્યો કોરોના; ચેન્નઈ પ્રાણી સંગ્રહાલયમાં બીજો સિંહ મૃત્યુ પામ્યો, ત્રણની હાલત ગંભીર
હાલ સોશિયલ મીડિયા પર તેનો આ વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોવામાં તે ખૂબ જ રમુજી લાગે છે.