Site icon

સલમાન ખાન ની આ ફિલ્મ માં થઇ RRR સ્ટાર રામ ચરણ ની એન્ટ્રી

 News Continuous Bureau | Mumbai

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી'(Kabhi Eid kabhi Diwali) સતત સમાચારોમાં રહે છે. ખાસ કરીને આ ફિલ્મ તેની સ્ટારકાસ્ટને લઈને ઘણી ચર્ચામાં રહી છે. ખરેખર, આ ફિલ્મની સ્ટારકાસ્ટ (starcast)ઘણી વખત બદલાઈ છે. હવે લેટેસ્ટ અપડેટ મુજબ, સલમાન ખાનની ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી'માં સાઉથ સ્ટાર રામ ચરણની (Ramcharan entry)એન્ટ્રી થઈ ગઈ છે.

Join Our WhatsApp Community

એક ન્યૂઝ એન્ટરટેઇન્મેન્ટ પોર્ટલ ના  અહેવાલ મુજબ રામ ચરણ ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી'માં એક ખાસ કેમિયો (camio)કરતા જોવા મળશે. જ્યારે સલમાન ખાન હૈદરાબાદમાં (Hyderabad)એક ખાસ ગીતનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે રામ ચરણ તેને સેટ પર મળ્યો હતો. આ દરમિયાન મેકર્સને વિચાર આવ્યો કે ગીતમાં રામ ચરણને લેવામાં આવે. એન્ટરટેઈનમેન્ટ પોર્ટલે એક સૂત્રને ટાંકીને કહ્યું હતું કે, 'એક દિવસ પહેલા સલમાન ખાન હૈદરાબાદમાં એક ગીતનું શૂટિંગ(song shoot) કરી રહ્યો હતો ત્યારે રામ ચરણ તેને મળવા ગયો હતો. આ દરમિયાન તેણે ગીતમાં રામ ચરણને કેમિયો રોલમાં(Ramcharan cameo) લેવાનું મન બનાવ્યું, જે રામ ચરણે સ્વીકાર્યું. તે એક રોમાંચક નંબર હશે અને તે મોટા પાયે બનાવવામાં આવશે. આ ગીતમાં રામ ચરણ અને સલમાન ખાનની કેમેસ્ટ્રી (chemistry)ખાસ બતાવવામાં આવશે.રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સલમાન ખાન એક અઠવાડિયામાં ફિલ્મના હૈદરાબાદ શેડ્યૂલને સમાપ્ત કર્યા પછી બાકીના ભાગ માટે શૂટિંગ કરવા માટે મુંબઈ (Mumbai)પરત ફરે તેવી અપેક્ષા છે.

આ સમાચાર પણ વાંચો : આ દિવસથી ઓન એર થશે કરણ જોહર નો શો કોફી વિથ કરણ-ચેટ શોનો ફની પ્રોમો આવ્યો સામે

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન અને રામ ચરણના પિતા ચિરંજીવી(Chiranjeevi) વચ્ચેના સંબંધો ખૂબ સારા છે. સલમાન ખાન પણ ચિરંજીવીની ફિલ્મ 'ગોડ ફાધર'માં(God father cameo) કેમિયો રોલમાં જોવા મળશે. આ ફિલ્મ દ્વારા સલમાન ખાન સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ (South debut)કરવા જઈ રહ્યો છે. ભૂતકાળમાં સલમાન ખાન અને ચિરંજીવીની કેટલીક તસવીરો પણ સામે આવી હતી.

Varanasi Movie Cast Fees: વારાણસી’ માટે પ્રિયંકા ચોપરા એ વસુલ કરી અધધ આટલી ફી, જાણો મહેશ બાબુએ શું કરી ડીલ
Prem Chopra: ધર્મેન્દ્ર બાદ હવે પ્રેમ ચોપરા પણ થયા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, જાણો હવે કેવી છે તેમની તબિયત
Dharmendra 90th Birthday: ધર્મેન્દ્ર નો 90 મોં જન્મદિવસ હશે ખાસ, અભિનેતા ના આ દિવસ ને યાદગાર બનાવવા પરિવાર કરી રહ્યો છે આવી ખાસ તૈયારી
Sholay Re-Release: ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે…’આટલી સ્ક્રીન પર રિલીઝ થશે ‘શોલે’, જાણો ક્યારે અને ક્યાં જોશો!
Exit mobile version