Site icon

રેમો ડિસોઝાના સાળા જેસન વોટકિન્સે આ કારણે કરી આત્મહત્યા ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,24 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

 સોમવાર 

બોલિવૂડના પ્રખ્યાત કોરિયોગ્રાફર રેમો ડિસોઝાના સાળા જેસન વોટકિન્સનો મૃતદેહ 20 જાન્યુઆરીએ તેમના મુંબઈના ઘરે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. જેસને આવું કેમ કર્યું, આ સવાલ પોલીસની સાથે પરિવારના સભ્યો માટે પણ કોયડાથી ઓછો નહોતો. જો કે, જ્યારે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે જેસન ઘણા સમયથી ડિપ્રેશનમાં હતો અને તેના કારણે તેણે આત્મહત્યા જેવું પગલું ભરવાનું નક્કી કર્યું હતું.

રેમો ડિસોઝાની પત્ની  લિઝેલ ડિસોઝાના જણાવ્યા અનુસાર, તેની માતાના મૃત્યુ પછી, જેસન વોટકિન્સ અને તેના પિતા મુંબઈમાં એક ફ્લેટમાં રહેતા હતા. જેસન તેની માતાના મૃત્યુ પછી સંપૂર્ણપણે ભાંગી ગયો હતો. ધીમે ધીમે તે ડિપ્રેશનમાં ગયો. લિઝેલના મતે જેસન માતાની સૌથી નજીક હતો. 4 વર્ષ પહેલા 2018માં માતાનું અવસાન થયું ત્યારે તે તેના શોકમાં ડૂબી ગયો હતો. જેસને લગ્ન પણ નહોતા કર્યા.તમને જણાવી દઈએ કે જ્યારે જેસન વોટકિન્સે આત્મહત્યા જેવું પગલું ભર્યું ત્યારે રેમો ડિસોઝા અને તેની પત્ની લિજેલ એક લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે ગોવા ગયા હતા. લિઝેલે તેના ઇન્સ્ટાગ્રામ પર લગ્ન સમારોહમાં હાજરી આપવાની કેટલીક તસવીરો પણ શેર કરી હતી.ભાઈના મૃત્યુના સમાચાર મળતા જ દંપતી બધું છોડીને મુંબઈ પહોંચી ગયા. લિઝેલના પિતા કિડનીની બિમારી સામે ઝઝૂમી રહ્યા છે. આવી સ્થિતિમાં પુત્રની વિદાય તેને અંદરથી વધુ તોડી નાખશે. જેસન વોટકિન્સે રેમો ડિસોઝા સાથે અનેક ફિલ્મ પ્રોજેક્ટ્સમાં કામ કર્યું હતું. તેણે રેમોની ઘણી ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું હતું.

છૂટાછેડા પછી પણ ધનુષ અને ઐશ્વર્યા નથી છોડી રહ્યા એકબીજાનો સાથ, આ કારણ આવ્યું સામે; જાણો વિગત

રેમો બોલિવૂડના ટોપ કોરિયોગ્રાફર્સમાંથી એક છે. તે 'કાંટે', 'ધૂમ', 'રોક ઓન', 'યે જવાની હૈ દીવાની', 'બાજીરાવ મસ્તાની' જેવી ફિલ્મોમાં કોરિયોગ્રાફી માટે જાણીતો છે. આ સિવાય તેણે 'ફાલતુ', 'ABCD', 'ABCD 2', 'સ્ટ્રીટ ડાન્સર 3D' જેવી ફિલ્મો પણ બનાવી છે. રેમો ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર જેવા રિયાલિટી શોના જજ પણ રહી ચૂક્યા છે. જ્યારે રેમો ડિસોઝાની પત્ની લિઝેલ કોસ્ચ્યુમ ડિઝાઈનર છે. આ દંપતીને બે પુત્રો ધ્રુવ અને ગેબ્રિયલ છે.
 

Aamir Khan: આમિર ખાનની ઝોળીમાં વધુ એક સન્માન, આ એવોર્ડ મેળવનાર પહેલો અભિનેતા બનશે
Dharmendra Health : ધર્મેન્દ્રની તબિયત સુધરી, હેમા માલિનીએ કહ્યું- હવે બધું ઠીક છે.
Tu Meri Main Tera Main Tera Tu Meri to Release: થિયેટરો માં ધૂમ મચાવવા આવી રહી છે કાર્તિક અને અનન્યા ની જોડી, ફિલ્મ ‘તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી’ ની રિલીઝ ડેટ થઇ જાહેર
Ikkis: ઈક્કીસ ની રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, જાણો ક્યારે જોઈ શકશો અગસ્ત્ય નંદા ની ફિલ્મ
Exit mobile version