Site icon

NCB રિયા ચક્રવર્તીનું બેંક એકાઉન્ટ કરશે ડિફ્રીઝ, આ શરતો સાથે અભિનેત્રીને તેનું લેપટોપ અને મોબાઈલ મળશે પરત; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

ગુરૂવાર

મુંબઈની એક કોર્ટે અભિનેત્રી રિયા ચક્રવર્તીની અરજી સ્વીકારી છે. આ અરજીમાં તેણે પોતાનું બેંક એકાઉન્ટ અનબ્લોક કરવાની અપીલ કરી હતી. ધરપકડ બાદ રિયા ચક્રવર્તીનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યું હતું. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુની ચાલી રહેલી તપાસમાંથી બહાર આવેલા ડ્રગ્સ કેસમાં રિયાની ધરપકડ કરવામાં આવી હતી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું હતું.

બાર એન્ડ બેંચના અહેવાલ અનુસાર, રિયાની અરજી પર સુનાવણી કરતા, નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ વિશેષ ન્યાયાધીશ ડીબી માનેએ અવલોકન કર્યું, “ઉક્ત એકાઉન્ટ્સને ડિફ્રીઝ કરવા માટે પ્રતિવાદી (NCB) તરફથી કોઈ મજબૂત વાંધો નથી. આવા સંજોગોમાં, અરજદાર (રિયા ચક્રવર્તી) ઉપરોક્ત બેંક ખાતા અને એફડી ડિફ્રીઝ કરવા માટે હકદાર છે." શરતો અને એફિડેવિટ બાદ રિયા ચક્રવર્તી ના બેંક એકાઉન્ટને ડિફ્રીઝ કરવાની પરવાનગી આપવામાં આવી છે.  એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે ટ્રાયલના અંત સુધી, 16 સપ્ટેમ્બર, 2020 ના રોજ રિયાના બેંક ખાતામાં રહેલી રકમ, આગળના આદેશો સુધી અને જો જરૂરી હોય તો તે જ રહેવી જોઈએ. ન્યાયાધીશે યોગ્ય ચકાસણી અને ઓળખ પછી રિયાનો ફોન અને લેપટોપ પરત કરવા સંમત થયા. રિયાએ પોતાની અરજીમાં આની પણ માંગણી કરી હતી.

બોલિવૂડ ની જેમ હવે ટેલિવિઝિન ઇન્ડસ્ટ્રી માં પણ ગૂંજશે લગ્નની શરણાઈ, ટીવી ની આ અભિનેત્રીઓ ટૂંક સમયમાં બનવા જઈ રહી છે દુલ્હન; જાણો વિગત

કોર્ટે રિયાને લેપટોપ અને મોબાઈલ પરત આપવા માટે 1 લાખ રૂપિયાના ઈન્ડેમ્નિટી બોન્ડ ભરાવ્યા છે. જણાવી દઈએ કે ગયા વર્ષે ઓક્ટોબર 2020માં બોમ્બે હાઈકોર્ટે રિયા ચક્રવર્તીને તેના બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે સંબંધિત ડ્રગ્સ કેસમાં જામીન આપ્યા હતા. રિયાએ 28 દિવસ જેલમાં વિતાવ્યા હતા. તે 7 ઓક્ટોબર 2020ના રોજ ભાયખલા મહિલા જેલમાંથી બહાર આવી હતી. NCB રિયા પર નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની કડક કલમ 27-A હેઠળ આરોપ મૂક્યો હતો, જે "ગેરકાયદે ડ્રગ હેરફેરને ધિરાણ અને આશ્રય આપવા" સાથે સંબંધિત છે. તેમાં 10 વર્ષ સુધીની જેલની જોગવાઈ છે. જો કે, રિયા હવે જેલમાંથી બહાર છે અને તેની રૂટિન લાઈફ એન્જોય કરી રહી છે.

Archana Puran Singh: અર્ચના પુરણ સિંહ ગંભીર બીમારીનો શિકાર, પુત્રએ સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ
Cheekatilo Trailer Released: શોભિતા ધુલીપાલાનો નવો ખતરનાક અંદાજ! ‘ચીકાટિલો’ માં પોડકાસ્ટર બની ઉકેલશે સીરીયલ કિલરના રહસ્ય, જુઓ હૃદયના ધબકારા વધારતું ટ્રેલર
Indian Idol 3 Winner Prashant Tamang Passes Away: પહાડોનો અવાજ શાંત થયો! પ્રશાંત તમાંગના નિધનથી દેશભરમાં શોક, પત્નીએ ખોલ્યું સિંગરના અચાનક વિદાયનું રહસ્ય
Toxic: યશની ‘ટોક્સિક’ ના ટીઝરથી મચ્યો હંગામો! બોલ્ડ સીન્સ જોઈ મહિલાઓ લાલઘૂમ, પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો મામલો
Exit mobile version